Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વઘુ એક નિર્ભયાનો અંત, મુંબઈમાં રેપ પીડિતાએ તોડ્યો દમ, પ્રાઈવેટ પાર્ટમાં નાખ્યો હતો સળિયો

વઘુ એક  નિર્ભયાનો અંત, મુંબઈમાં રેપ પીડિતાએ તોડ્યો દમ, પ્રાઈવેટ પાર્ટમાં નાખ્યો હતો સળિયો
, શનિવાર, 11 સપ્ટેમ્બર 2021 (13:34 IST)
મુંબઈમાં નિર્ભયા જેવી હેવાનિયતનો શિકાર થઈ 30 વર્ષીય મહિલા છેવટે જીવનની જંગ હારી ગઈ.  9 સપ્ટેમ્બરના રોજ મુંબઈના સાકી નાકા વિસ્તારના ખૈરાની રોડ પર કથિત રૂપે બળાત્કાર પછી બેહોશ પડેલી મળેલ 30 વર્ષીય મહિલાની શહેરના એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયુ  મુંબઈ પોલીસે આ માહિતી આપી. ઉલ્લેખનીય છે કે આ મહિલા સાથે નિર્ભયા જેવી હેવાનિયત થઈ હતી. આરોપીએ રેપ પછી મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો પણ નાખી દીધો હતો. 
 
આ જઘન્ય અપરાઘના આરોપમાં તાજેતરમાં જે વ્યુક્તિને ભૂ પોલીસે પકડ્યો છે તેનુ નમા મોહન ચૌહાણ બતાવાય  રહ્યુ છે.  45 વર્ષના મોહન ચૌહાણને પોલીસે ઘટનાના થોડાક જ કલાકમાં પકડી લીધો. પોલીસે જણાવ્યુ કંટ્રોલ રૂમને સૂચના મળી હતી કે એક મહિલાને એક વ્યક્તિ ખૂબ મારી રહ્યો છે. 
 
આ સૂચના મળતા જ પોલીસને એક ટીમ ઘટના સ્થળ પર પહોંચી. અહી માર્ગ પર મહિલા ખૂબથી લથપથ પડી હતી. ત્યારબાદ મહિલાને સારવાર માટે તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવી. આજે હોસ્પિટલમાં મહિલાનુ મોત થઈ ગયુ. 
 
પોલીસે જણાવ્યુ કે શરૂઆતની તપાસમાં જાણ થઈ કે મહિલા સઆથે દુષ્કર્મ થયુ અને તેના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખવામાં આવ્યો છે.  પોલીસનુ કહેવુ છે કે રસ્તા કિનારે એક ટેમ્પોમાં મહિલા સાથે આ હેવાનિયત કરવામાં આવી છે.  એક પોલીસ અધિકારી જણાવ્યુ કે વાહનની અંદર પણ લોહીના ઘબ્બા મળ્યા છે. તેમણે જણાવ્યુ કે કેટલાક પુરાવાને આધારે કાર્યવાહી કરતા આરોપી ચૌહાણને ભારતી દંડ સંહિતા (આઈપીસી)ની ધારા 307 (હત્યાનો પ્રયસ)અને 376 (બળાત્કાર) હેઠળ ધરપકડ કરવામાં આવી અને આગળની તપાસ ચાલુ છે. 
 
આ મામલે મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે કહ્યું - અમે કોશિશ કરીશું કે ચાર્જશીટ વહેલી તકે દાખલ કરવામાં આવે અને પીડિતાને ન્યાય અપાવવા માટે કેસ ઝડપી બને.
 
દિલ્હીમાં ચાલુ બસમાં ક્રૂરતાપૂર્વક સામુહિક બળાત્કાર
 
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2012 માં, એક યુવતી પર દિલ્હીમાં ચાલુ બસમાં ક્રૂરતાપૂર્વક સામુહિક બળાત્કાર અને હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે દેશભરમાં આક્રોશ ફેલાયો હતો. ઘણા દિવસો સુધી જીવન માટે સંઘર્ષ કર્યા પછી, હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતુ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

JEE Main Result 2021: jeemain.nta.nic.in પર રજુ થયુ જેઈઈ મેન અંતિમ ઉત્તર કુંજી, પરિણામ જલ્દી