Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'બુલેટ ટ્રેનનું સપનું છોડો પહેલા બુનિયાદી માળખુ તો ઠીક કરો'

'બુલેટ ટ્રેનનું સપનું છોડો પહેલા બુનિયાદી માળખુ તો ઠીક કરો'
, સોમવાર, 21 નવેમ્બર 2016 (14:15 IST)
ઉત્તર પ્રદેશમાં કાનપુરની પાસે રવિવારે ઈંદોર-પટણા એક્સપ્રેસના 14 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. જેને કારને મરનારાઓની સંખ્યા 142 થઈ ગઈ છે અને 180 લોકો ઘાયલ થયા છે. 
 
રેલવે બોર્ડના પૂર્વ સભ્ય રહી ચુકેલા આદિત્ય પ્રકાશ મિશ્રાએ બીબીસીને જણાવ્યુ કે ભારતીય રેલના બુનિયાદી માળખાને ઠીક કરવાની જરૂર છે. ટ્રેનના પાટા પરથી ઉતરવાના કારણો અને તેની સાથે જોડાયેલ તકનીકી પક્ષો વિશે રેલવે બોર્ડના પૂર્વ સભ્ય આદિત્ય પ્રકાશ મિશ્રાના વિચાર... 
 
"ભારતમાં ટ્રેન પાટા પરથી ઉતરવાને કારણે થનારી ટ્રેન દુર્ઘટનાઓનો ઈતિહાસ કોઈ નવો નથી. ટ્રેનના પાટા પરથી ઉતરવાના ચાર મુખ્ય કારણ હોઈ શકે છે. 
 
પ્રથમ - સામે કોઈ અવરોધના આવવાને કારણે ટ્રેન પાટા પરથી ઉતરી શકે છે. અનેકવાર એવુ થાય છે કે કોઈ ઢોર કે મોટુ જાનવર અચાનક પાટા પર આવી જાય છે તો ટ્રેન પાટા પરથી ઉતરી જાય છે. 
 
બીજુ - એંજિનનો કોઈ ભાગ કે પાર્ટ જો પડી જાય અને તેના પર ટ્રેન ચઢી જાય તો આવી સ્થિતિમાં પણ ટ્રેન પાટા પરથી ઉતરી શકે છે. 
 
ત્રીજુ - પાટાના તૂટા હોવાની સ્થિતિમાં પણ ટ્રેન પાટા પરથી ઉતરી શકે છે. પણ આવી સ્થિતિમાં એંજિન સાથે ટ્રેન ઉતરે છે.  કાનપુરની પાસે જે દુર્ઘટના થઈ છે તેમા એંજિન પાટા પરથી ઉતર્યુ નથી. 
 
ક્યારેક ક્યારેક એવુ પણ બની શકે છે કે એંજિન નીકળી ગયા પછી પાટા વચ્ચે ગેપ વધે ત્યારે પાછળના ડબ્બા પાટા પરથી ઉતરી જાય છે. 
 
ચોથુ - અનેકવાર કોઈ કોઈ વિસ્તારમાં ઉપદ્રવી અને બિન સામાજીક તત્વોના તોડફોડને કારણે પણ ટ્રેન પાટા પરથી ઉતરી જાય છે. 
 
જ્યા સુધી બુલેટ ટ્રેન ચલાવવાની વાત છે તો તેના પાટા પાથરવાનો ખર્ચો ખૂબ મોંઘો પડે છે. પાંચસો કિલીમીટર સુધીની લાઈન પાથરવાનો ખર્ચો એક લાખ કરોડ જેટલો છે. 
 
હાલ ભારતમાં જે વર્તમાન લાઈનો છે, આપણે તેની જ સુરક્ષા પર પૂરતો ખર્ચો નથી કરી શકતા. 
 
આવી હાલતમાં કોઈ દેશ આવીને ભારતમાં પાટા પાથરી દે અથવા તો આર્થિક રૂપે મદદ કરે ત્યારે જ શક્ય છે. 
 
ભારતીય રેલવે માટે તો આટલો ખર્ચો ઉઠાવવો હાલ શક્ય નથી. મારા વિચારમાં જે બુનિયાદી માળખુ હાલ આપણી પાસે છે.  પહેલા તેના પર ધ્યાન આપવુ જોઈએ.  કાનપુરની પાસે જે દુર્ઘટના થઈ છે તેમા માનવીય ચૂક હોવાની શક્યતા નથી લાગતી.  જે ચાર તકનીકી કારણો મે હાલ બતાવ્યા છે તેની શક્યતા જ વધુ લાગે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભીખ માગવાના બહાને દુકાનમાં ઘૂસી તફડંચી કરતી મહિલા ગેંગ ઝડપાઈ