Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભીખ માગવાના બહાને દુકાનમાં ઘૂસી તફડંચી કરતી મહિલા ગેંગ ઝડપાઈ

ભીખ માગવાના બહાને દુકાનમાં ઘૂસી તફડંચી કરતી મહિલા ગેંગ ઝડપાઈ
, સોમવાર, 21 નવેમ્બર 2016 (13:43 IST)
ભીખ માગવાના બહાને દુકાનમાં ઘૂસી જઈ દુકાન માલિકની નજર ચૂકવી રોકડ રકમ અને કીમતી ચીજવસ્તુઓની તફડંચી કરનાર એક મહિલા ગેંગને પોલીસે કપડવંજ-ડાકોર ચોકડી પાસેથી ઝડપી લઈ રૂ. પોણા બે લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મહિલા ગેંગે અનેક ગામમાં આ પ્રકારની ચોરી કરી હોવાની શક્યતાના આધારે પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અંગેની વિગત એવી છે કે કપડવંજ-ડાકોર ચોકડી પાસે આવેલ ન્યૂ કેરાલા ટાયર્સ નામની દુકાનના ડ્રોઅરમાં રોકડ રકમ પડી હતી. આ વખતે છ જેટલી મહિલાઓ ભીખ માગવા આવી હતી. આ મહિલાઓ દુકાનમાં ઘૂસી દુકાનદારની નજર ચૂકવી રૂ. બે લાખની રોકડ રકમની તફડંચી કરી ફરાર થઈ ગઈ હતી. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે સઘન પેટ્રોલિંગ શરૂ કરી ગણતરીના કલાકોમાં જ કપડવંજ-ડાકોર ચોકડી પાસેથી ટ્રકમાં બેસી નાસી છૂટવાનો પ્રયાસ કરતી ગંગા સોનુ સલાટ, આરિના દીપુભાઈ સલાટ, મિલી રોહિત સલાટ, મોનિકા જગદીશ સલાટ, રૂચિકા રાજુ સલાટ અને રાગિણી નીલેશ સલાટને ઝડપી લીધી હતી.પોલીસે તલાસી લેતાં આ ગેંગ પાસેથી રૂ. પોણા બે લાખની રકમ અને અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો. તપાસ દરમિયાન અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ માનવનગર ખાતે રહેતી આરિના અને મિલી આ ગેંગની મુખ્ય સૂત્રધાર હોવાનું જાણવા મળ્યું છે. આ મહિલા ગેંગે અન્ય શહેરોમાં પણ ભીખ માગવાની એમઓ અપનાવી રોકડ રકમ અને કીમતી ચીજવસ્તુઓની ચોરી કરી હોવાની આશંકાના આધારે પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે. મહિલા ગેંગની ઊલટતપાસ દરમિયાન અનેક ભેદ ઉકેલાવાની સંભાવના છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IndvsEng: ઈગ્લેંડ વિરુદ્ધ ભારતની ધમાકેદાર જીત