Publish Date: Tue, 03 Dec 2024 (17:41 IST)
Updated Date: Wed, 04 Dec 2024 (11:30 IST)
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યુ છે વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ગાય મરઘીને જીવતી ચાવતી જોવા મળે છે. સ્વાભાવિક છે કે, લોકો આ વીડિયો જોઈને ચોંકી ગયા છે અને વીડિયો ઉતારનાર વ્યક્તિ પર ગુસ્સે છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ગાયને દોરડા વડે બાંધેલી છે અને તેની આસપાસ અનેક મરઘીઓ ફરે છે. પહેલા તો આ વીડિયો તમને એકદમ સામાન્ય લાગશે, પરંતુ બીજી જ ક્ષણે એક ચોંકાવનારું દ્રશ્ય સામે આવે છે. તમે જોશો કે ગાય તેના જડબામાં એક મરઘી લઈને તેને જીવતી ચાવી રહી છે. આ ખરેખર આઘાતજનક દ્રશ્ય છે, કારણ કે સામાન્ય રીતે લોકો ગાયને શાકાહારી માનતા હતા.
આ અત્યંત ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @discoverwildpaws નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શન આપ્યું છે