બ્રિટેનમાં એક હેરાન કરનાર કેસ સામે આવ્યુ છે. અહીં સેનાના જવાનની એક પાલતૂ કુતરીએ એક સાથે 16 ગલુડિયાને જન્મ આપ્યું છે. જવાન આ વાતથી ખુશ તો છે, પણ તેની સાથે જ હવે તેને એક પરેશાની પણ થઈ ગઈ છે.
હકીકતમાં 32 વર્ષીય સેનાના જવાન માત્ક માર્શલને આશા હતી કે રૉક્સી નામની તેની કુતરી છ ગલુડિયાને જન્મ આપશે, કારણકે જ્યરે તેણે સ્કેન કરાવ્યું હતું તો કુતરીના ગર્ભમાં છ ગલુડિયાની વાત સામે આવી હતી પણ તેને એક સાથે 16 ગલુડિયાને જન્મ આપી બધાને હેરાન કરી નાખ્યું.
માર્શલ તેમની પત્ની લૉરા અને પાંચ બાળકોની સાથે સેનાના બેરકમાં ચાર બેડરૂમ વાળા ઘરમાં રહે છે. તેમનો પરિવાર તો આમજ મોટું છે, હવે કુતરી અને તેમના 16 ગલુડિયાને પણ સાથે રાખવું તેમના અને તેમના પરિવાર માટે પરેશાનીનો શીખ બની ગયું છે.
પણ પરેશાનીના સિવાય માર્શલએ બધા ગલુડિયાને રહેવાની સારી વ્યવસ્થા કરી. તેણે મિલિટ્રી સ્ટાઈલવાળા ખાવાનું રેજીમેંટ બનાવ્યું છે. જેમાં ગલુડિયાને ખાવાના સમય નક્કી કર્યું છે. તેમની કુતરી રૉક્સી એક સમયમાં આઠ ગલુડિયાને 40 મિનિટ સુધી દૂધ પીવડાવે છે. ત્યારબાદ તેને એક કલાક બ્રેક આપ્યુ છે. તેના માટે માર્શલ અને તેમના પરિવારને ખૂબ મેહનત કરવી પડે છે.
માર્શલ અને તેમની પત્ની લૉરા કુતરી રોક્સીને તનાવથી દૂર કરવા માટે ઘણા ઉપાય પણ કરે છે. હવે કારણકે કુતરીના ગલુડિયા વધારે છે તેથી જાનવરોના ડૉક્ટરની મદદથી તેમના ગલુડિયાને ખાસ દૂધ પીવડાવીએ છે. ગલુડિયા આઠ અઠવાડિયાના થઈ ગયા છે. માર્શલને હવે કોઈ ખાસ પરેશાની નહી હોય છે.