સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દરરોજ કંઈક ને કંઈક વાયરલ જોવા મળી જ જાય છે. ફોટો કે પછી વીડિયોના રૂપમાં દરેક દિવસે કંઈક ને કંઈક વાયરલ થાય છે અને તેને જોયા બાદ લોકો તેના મુજબ રિએક્ટ પણ કરે છે. ક્યારેક મજેદાર વીડિયો વાયરલ થાય છે તો ક્યારેક ગજબના જુગાડનો વીડિયો થાય છે. આ ઉપરાંત પણ તમામ પ્રકારના વીડિયો વાયરલ થાય જ છે. હાલ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા બાદ લોકો મિત્રને યાદ કરતા રિએક્ટ કરી રહ્યા છે.
વાયરલ વીડિયોમાં શુ જોયુ ?
હાલ વાયરલ થઈ રહેલ વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે એક વ્યક્તિ કેક કાપે છે. ત્યારબાદ એ કેકનો એક પીસ ઉઠાવે છે અને તેની પાસે ઉભેલી છોકરીને ખવડાવે છે. તે છોકરો જેવો જ કેક ખવડાવે છે તેના ચેહરા પર એક અલગ જ ખુશી આવી જાય છે. પણ વીડિયો આ કારણે નહી પણ તેના એક મિત્રના કારણે વાયરલ થઈ રહ્યો છે. વ્યક્તિ સાથે તેનો મિત્ર પણ ખુશ થઈ જાય છે. તેના મિત્રોમાંથી એક્મિત્ર ખુશીથી ઉછળવ માંડે છે અને તે એ રીતે ખુશ થાય છે જેમ કે તેણે પોતાના જીવનમાં કંઈક મેળવી લીધુ છે. આ રીતે મિત્રની ખુશીમાં ખુશ થતા મિત્રને કારણે આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
તમે હાલ જે વીડિયો જોયો તેને ઈસ્ટાગ્રામ પર piyushh_reels નામના એકાઉંટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. સમાચાર લખતા સુધી વીડિયોને 12 લાખ 80 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. વીડિયો જોયા બાદ એક યુઝરે કમેંટ કરીને લખ્યુ - ભાઈ ને બોલા કર ને કા તો કરને કા. બીજા યુઝરે લખ્યુ - આવી જ હોય છે સાચી દોસ્તી. ત્રીજા યુઝરે લખ્યુ - એક એવો મિત્ર અને જીવન સેટ છે. ચોથા યુઝરે લખ્યુ - ભાઈચારા ઑન ટોપ.