Dulhan Viral Video: લગ્નમાં સીજનની શરૂઆત થઈ ચુકી છે. અવાર નવાર સોશિયલ મીડિયા પર લગ્ન સાથે જોડાયેલ અનેક વીડિયો વાયરલ થતા રહે છે. આ વખતે પણ કંઈક આવુ જ થયુ છે. સોશિયલ મીડિયા પર એક નવી નવેલી દુલ્હનનો વીડિયો વાયરલ થઈ રહ્યોછે. આ વીડિયો દુલ્હનની વિદાયના સમયનો છે. વિદાયના સમયે તે સતત રડી રહ ઈ છે. પણ આગલા જ ક્ષણે તેનો ભાઈ કંઈક એવુ કરે છે જેનાથી તેના ચેહરા પર સ્માઈલ આવી જાય છે.
ભાઈ બહેન વચ્ચે જોરદા બૉન્ડિંગ
વીડિયોમાં ભાઈ-બહેન વચ્ચે જોરદાર બૉન્ડિંગ જોવા મળી રહી છે. ઘરમાં સાથે રહેવા પર ભલે ભાઈ-બહેનોની વચ્ચે અવારનવાર લડાઈ ઝગડા થતા હોય પણ તે બંન્ને એક બીજાની આંખોમાં આંસુ ક્યારેય જોઈ શકતા નથી. બહેનની વિદાય પર ભાઈ પણ ખૂબ ભાવુક જોવા મળી રહ્યો છે. તેણે પોતાની બહેનને હસાવવાની કોશિશ કરી અને તેમા તે સફળ રહ્યો.
ભાઈએ છેવટે હસાવી જ દીધુ
વીડિયોમાં તમે જોઈ શકો છો કે યુવતી પોતાના લગ્નના વિદાયવેળાએ રડી રહી છે. ત્યારે તેનો ભાઈ તેને હસાવવાની કોશિશ કરે છે. તે એક પછી એક ચોકલેટ કાઢીને તેને આપવી શરૂ કરે છે. ક્યારેક તે શર્ટના પોકેટમાંથી તોક્યારે કોટની પોકેટમાં તો ક્યારેક જીંસના ખિસ્સામાંથી જુદી જુદી ચોકલેટ કાઢીને તેને આપવી શરૂ કરે છે. આ જોઈને દુલ્હનને હસવુ આવી જાય છે. જો કે આ દરમિયાન ભાઈ પણ ભાવુક જોવા મળી રહ્યો છે. બીજી બાજુ ભાઈ-બહેન વચ્ચેની આ બૉન્ડિંગ જોઈને આસપાસના લોકો પણ હસતા જોવા મળી રહ્યા છે.
Instagram પર પોસ્ટ કર્યા બાદ થી જ આ વીડિયોએ લાખો યુઝર્સનુ ધ્યાન ખેચ્યુ છે. વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને રિએક્શન પણ આપી રહ્યા છે. એક યુઝર્સે લખ્યુ, 'ચોરી કરીને જે ચોકલેટ ખાધી હતી તે હવે રિટર્ન કરી રહ્યો છે.' બીજા યુઝર્સે લખ્યુ, 'જ્યારે વાત પોતાના બહેનના લગ્નની આવે છે તો ભાઈ સૌથી વ્હાલો માણસ બની જાય છે' ત્રીજાએ લખ્યુ 'હુ તો વિચારી પણ નથી શકતી કે પપ્પા, મમ્મી અને ભાઈ વગર કોઈ બીજાના ઘરમાં કેવી રીતે રહીશ....