IND vs AUS: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 6 વર્ષ પછી હાર્યુ ભારત, યશસ્વી જયસ્વાલની વિવાદાસ્પદ વિકેટ બની હારનુ કારણ
, સોમવાર, 30 ડિસેમ્બર 2024 (12:23 IST)
IND vs AUS: IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ પાંચમા અને છેલ્લા દિવસે પ્રવેશી ગઈ છે. ગઈકાલના અણનમ સ્કોટ બોલેન્ડ અને નાથન લિયોને ઓસ્ટ્રેલિયાના દાવમાં વધુ 6 રન ઉમેર્યા જે 234 રન પર સમાપ્ત થઈ. પ્રથમ દાવમાં 105 રનની લીડના આધારે ભારતને 340 રનનો ટાર્ગેટ મળ્યો છે. પરંતુ ભારતની આખી ટીમ માત્ર 155 રન પર પેવેલિયન ભેગી થઈ અને તે મેચ 184 રનથી હારી ગઈ. યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 84 રન બનાવ્યા હતા. તેની વિકેટ પર આપવામાં આવેલ આઉટનો વિવાદાસ્પદ નિર્ણય હારનું મુખ્ય કારણ બન્યો. ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન પેટ કમિન્સ અને સ્કોટ બોલેન્ડે 3-3 વિકેટ લીધી હતી.
વિરાટ રોહિત અને રાહુલ સંપૂર્ણ રીતે ફેલ
ભારત ને પોતાના બેટ્સમેનો પાસેથી મોટી આશા હતી પણ ટોચના ક્રમે એકવાર ફરી નિરાશ કર્યા. યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્મા ઓપનિંગ કરવા ઉતર્યા. બંને સાચવીને રમવુ શરૂ કર્યુ પણ 17મી ઓવરમાં ભારતે પોતાની પહેલી વિકેટ રોહિત શર્માના રૂપમાં ગુમાવી. તે એકવાર ફરી નિષ્ફળ રહ્યા અને માત્ર 9 રન બનાવીને પૈંટ કમિંસની બોલ પર આઉટ થઈ ગયા. ત્યારબાદ ઉતરેલા કેએલ રાહુલ પણ સસ્તામાં પેવેલિયન ભેગા થયા અને માત્ર 5 બોલ પર વગર કોઈ રને પેવેલિયન ભેગા થઈ ગયા. ભારતે 25 રન પર જ પોતાની બે વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટ કોહલી પાસેથી આ સમયે મોટો સ્કોર કરવાની આશા હતી. પરંતુ વિરાટ ફરી એકવાર એ જ ભૂલ કરી. બહારની બોલ પર બેટ ટચ કરી અને ઉસ્માન ખ્વાજાના હાથે કેચ આઉટ થઈ ગયો. લંચ સુધી ભારતની સ્થિતિ નાજુક થઈ ગઈ. ભારતે 33 બોલ પર જ 3 વિકેટ ગુમાવી દીધી હતી.
વિકેટ ફેંક ઋષભ પંત સિક્સર મારવાના ચક્કરમાં થયા આઉટ
લંચ પછી રમવાનુ શરૂ થયુ તો જયસ્વાલની સાથે ઋષભ પંત બેટિંગ કરવા ઉતર્યા. યશસ્વી જયસ્વાલે એકવાર ફરી શાનદાર રમત રમી અને આ મેચમાં બીજી વાર પચાસ રન બનાવ્યા. તેમણે નાથન લિયોનની બોલ પર બાઉંડી મારતા 127 બોલ પર હાફ સેંચુરી બનાવી. બંને ડાબા હાથના બોલરો સામે સાચવીને રમતા ભારતનો સ્કોર 121 રન સુધી પહોચી ગયો હતો. ઓસ્ટ્રેલિયાના કપ્તાન પૈટ કમિસે પોતાના બધા બોલરો પાસે બોલિંગ કરાવી પણ બંને બોલરોએ શાનદાર ડિફેંસ બતાવ્યુ. પણ ટી સેશન પછી ઋષભ પંતની એકાગ્રતા ભંગ થઈ ગઈ અને તે 30 રન બનાવીને પાર્ટ ટાઈમ બોલર ટ્રેવિસ હેડની બોલ પર સિક્સર મારવાના ચક્કરમં મિશેલ માર્શને કેચ આપી બેસ્યા.
જાડેજા ફરીથી ન બતાવી શક્યા કમાલ
ઋષભ પંતના આઉટ થયા બાદ રવિન્દ્ર જાડેજા બેટિંગ કરવા આવ્યો હતો. અગાઉની ઈનિંગ્સની જેમ બીજી ઈનિંગમાં પણ તેની પાસેથી આક્રમક બેટિંગની અપેક્ષા હતી. પરંતુ તે પણ સ્કોટ બોલેન્ડના શાનદાર બોલ પર વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો. જાડેજા 14 બોલમાં માત્ર 2 રન બનાવીને બાઉન્સર પર આઉટ થયો હતો.
યશસ્વી જયસ્વાલ અને આકાશદીપની વિવાદાસ્પદ વિકેટ
ટીમ ઈન્ડિયાની જવાબદારી યશસ્વી જયસ્વાલ અને નીતિશ રેડ્ડી પર હતી. પણ આજે નસીબ ફરી યશસ્વીને સાથ ન આપ્યો. તે કમનસીબે પ્રથમ દાવમાં રનઆઉટ થયો હતો અને અમ્પાયરના ખરાબ નિર્ણયે તેને બીજી ઇનિંગમાં આઉટ જાહેર કર્યો હતો. જયસ્વાલ 208 બોલમાં 84 રન બનાવીને આઉટ થયો હતો. પ્રથમ દાવના સદી કરનાર નીતિશ રેડ્ડી પાસેથી અપેક્ષાઓ હતી, પરંતુ તે આજનું દબાણ સહન કરી શક્યો નહીં અને સ્લિપમાં કેચ આઉટ થયો. રેડ્ડી માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. ભારતે 140 રનના સ્કોર પર નીતિશની સાતમી વિકેટ ગુમાવી હતી. પરંતુ આજના અમ્પાયરિંગે ટીમ ઈન્ડિયાને ઘણી નિરાશ કરી. આકાશદીપને પણ ખોટી રીતે આઉટ આપવામાં આવ્યો હતો. બોલ તેના બેટને અડ્યા વિના પેડ પરથી ઉછળીને ફિલ્ડર ટ્રેવિસ હેડ પાસે ગયો અને કાંગારૂ ફિલ્ડરોની અપીલને કારણે દબાણ હેઠળ અમ્પાયરે તેને આઉટ આપ્યો. ભારત પાસે ડીઆરએસ પણ બાકી નથી. આકાશદીપ 7 રન બનાવીને 8મી વિકેટ તરીકે આઉટ થયો હતો.
આગળનો લેખ