Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Bhutan King In Mahakumbh: કેસરિયા કપડામાં મહાકુંભ પહોચ્યા ભૂતાનના રાજા, સંગમમાં કર્યુ સ્નાન

bhutan naresh
, મંગળવાર, 4 ફેબ્રુઆરી 2025 (15:29 IST)
bhutan naresh
 
Bhutan King In Mahakumbh: ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગ્ચુકે આજે (4 ફેબ્રુઆરી) પ્રયાગરાજમાં ડુબકી લગાવી.  આ દરમિયાન તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હતા. સીએમ યોગીએ ખુદ ભૂતાન કિંગની સાથે ડુબકી લગાવતી તસ્વીરો સોશિયલ મીડિયા પર શેયર કરી છે. તસ્વીરોમાં સીએમ યોગીની સાથે ભૂટાન કિંગ પણ સંપૂર્ણ રીતે કેસરિયા કપડામાં જોવા મળ્યા.  

 
યોગી આદિત્યનાથે એક સંસ્કૃત શ્લોક સાથે લખ્યું છે જેમાં પ્રયાગરાજને તીર્થસ્થાનોના રાજા તરીકે વર્ણવવામાં આવ્યા છે, 'મહાકુંભ-૨૦૨૫, ભૂટાનના મહામહિમ રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે આજે પ્રયાગરાજમાં પવિત્ર ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવીને પુણ્ય પ્રાપ્ત કર્યું.'

 
ભૂતાનના રાજાએ પણ માતા ગંગાની પૂજા કરી હતી. તેમણે અક્ષય વટ અને આસન પર બેઠેલા હનુમાનજીના દર્શન અને પૂજા પણ કરી. આ પછી, તેમણે પ્રયાગરાજમાં 'ડિઝિટલ મહાકુંભ અનુભૂતિ કેન્દ્ર'ની મુલાકાત લીધી અને મહાકુંભના દિવ્ય, ભવ્ય અને ડિજિટલ સ્વરૂપનું અવલોકન કર્યું.
 
રાજભવન ખાતે ડિનર 
ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સોમવારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ પહોંચ્યા. યોગી આદિત્યનાથે ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વાંગચુકનું સ્વાગત કર્યું. અહીં કલાકારોએ ભૂતાનના રાજા માટે સાંસ્કૃતિક પ્રસ્તુતિ પણ આપી. લખનૌના રાજભવનમાં ભૂતાનના રાજાના માનમાં રાત્રિભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ભૂતાનનું પ્રતિનિધિમંડળ, ભારત સરકાર અને ઉત્તર પ્રદેશ સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને પ્રતિષ્ઠિત મહેમાનો હાજર રહ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિલ્હીની ચૂંટણીમાં મત આપો, ડિસ્કાઉન્ટ મેળવો; મોતી નગર બ્યુટી પાર્લર અને સલૂનના માલિકે ઓફર આપી