Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 2 March 2025
webdunia

Maha Kumbh Stampede Prayagraj - ઝુંસીની હકીકત કેમ છિપાવી રહ્યુ છે કુંભ વહીવટીતંત્ર ? પ્રયાગરાજ મહાકુંભની બીજી નાસભાગનો ખુલાસો

Stampede
, શુક્રવાર, 31 જાન્યુઆરી 2025 (15:02 IST)
Maha Kumbh Stampede Prayagraj - પ્રયાગરાજ મહાકુંભમાં મંગળવાર-બુધવાર દરમિયાન રાત્રે ફક્ત સંગમ પર જ નહી પણ ઝુંસીમાં પણ નાસભાગ મચી હતી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામા આવી રહ્યો છે કે સંગમના વિપરિત દિશામાં સ્થિત ઝુંસીમાં પણ આવી જ દુર્ઘટના થઈ. જેમા અનેક લોકોનુ મોત થયુ. પણ નવાઈની વાત એ છે કે વહીવટી તંત્ર આ ઘટના પર એકદમ ચૂપ બેસ્યુ છે. 
 
બીજી નાસભાગનુ ભયાનક સત્ય કેમ છુપાવવામાં આવી રહ્યુ છે ?
ગુરૂવારે સવારે 11 વાગે યુટ્યુબ પર અપલોડ થયેલ એક વીડિયોમાં આ બીજી ભાગદોડનો મોટો ખુલાસો કરવામાં આવ્યો.  રિપોર્ટમાં ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓ અને વહીવટી કર્મચારીઓના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ભાગદોડ પછી, ઘટનાસ્થળેથી પુરાવા દૂર કરવા માટે JCB અને ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
 
પ્રત્યક્ષદર્શીઓ મુજબ ઝુંસીમાં  નાસભાગ એટલી ભયાનક હતી કે ત્યા મોટી સંખ્યામાં જૂતા-ચપ્પલ વિખરાયેલા પડ્યા હતા. અહી સુધી કે ટ્રોલિયો ભરીને કપડા લઈ જવામાં આવી રહ્યા હતા.  આ દ્રશ્ય એ બતાવવા માટે પૂરતી છે કે  નાસભાગ કેટલી ભયાનક હશે.  પણ સૌથી મોટો સવાલ એ છે કે વહીવટીતંત્ર આ ઘટના કેમ છુપાવી રહ્યુ છે ?
 
ઝુંસીની નાસભાગ પર વહીવટીતંત્રના મૌન પર સવાલ 
 
જો ભાગદોડ ફક્ત સંગમ પર થઈ હતી તો ઝુંસીમાં આટલી મોટી માત્રામાં જૂતા-ચપ્પલ અને કપડા કેમ વિખરાયેલા પડ્યા હતા ? ભાગદોડ પછી વહીવટીતંત્રને જેસીબી અને ટ્રેક્ટરની મદદ કેમ લેવી પડી ?
 
મીડિયા રિપોર્ટ્સ મુજબ ઝુંસીમાં ભાગદોડના સમચાર દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. પ્રત્યક્ષદર્શીઓનુ કહેવુ છે કે આ નાસભાગ મા અનેક લોકોના ઘાયલ થયા પણ તેની કોઈ સત્તાવાર ચોખવટ કરવામાં આવી નથી. 
 
ઝુંસીની નાસભાગને લઈને વણઉકેલાયેલા પ્રશ્નો
 
શું વહીવટીતંત્ર આ નાસભાગ ને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે?
 
જો આ ઘટના બની નથી તો પછી આટલા બધા જૂતા, ચંપલ અને કપડાં ક્યાંથી આવ્યા?
 
જો વહીવટીતંત્ર પાસે છુપાવવા માટે કંઈ નથી, તો પછી તે આ બાબતે સત્તાવાર નિવેદન કેમ નથી આપી રહ્યું?
 
ઝુસીમાં થયેલી નાસભાગ કેટલી મોટી હતી, જેના નિશાન આજે પણ હાજર છે?
 
આ અકસ્માતમાં કેટલા લોકો માર્યા ગયા અને વહીવટીતંત્ર કોઈ માહિતી કેમ શેર કરી રહ્યું નથી?
 
વહીવટી તંત્રએ આપવો પડશે જવાબ 
 
મહાકુંભ જેવુ વિશાળ આયોજન કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનુ કેન્દ્ર હોય છે, પણ જો આવી ભયાનક ઘટનાઓને દબાવવાની કોશિશ કરવામાં આવે છે તો આ એક ગંભીર વહીવટીતંત્રની  નિષ્ફળતાને છુપાવવાની કોશિશ કરી રહી છે ?
 
આ સમગ્ર મામલા પર તમારુ શુ કહેવુ છે ? શુ તમને પણ લાગે છે કે વહીવટી તંત્ર સત્યને છુપાવી રહ્યુ છે ? કમેંટમા તમારા વિચાર જરૂર જણાવો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સોનાના ભાવ ઓલટાઇમ હાઈ પર પહોંચ્યા, ભારતમાં સોનું 83 હજારને પાર

આ સમગ્ર મામલા પર તમારુ શુ કહેવુ છે ? શુ તમને પણ લાગે છે કે વહીવટી તંત્ર સત્યને છુપાવી રહ્યુ છે ?