Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 20 February 2025
webdunia

Mauni Amavasya: મૌની અમાવસ્યાના દિવસે આ દિશામાં પ્રગટાવો દિવો, પિતૃ થશે પ્રસન્ન

mauni amavasya
, બુધવાર, 29 જાન્યુઆરી 2025 (18:44 IST)
મૌની અમાવસ્યા એ વિશેષ તિથિઓમાંથી એક છે જેમા પૂજા-પાઠ, વ્રત, દાનપુણ્ય અને આધ્યાત્મિક ઉત્થાનનુ ખૂબ મહત્વ રહે છે. હિન્દુ ધર્મના ગ્રંથોમા કહેવામાં આવ્યુ છે કે આ દિવસે પિતૃ ધરતી પર વાસ્ત કરે છે. આવામાં તેમના વંશજોને તેમની આત્માની તૃપ્તિ માટે તર્પણ, પિંડદાન અને પૂજા જરૂર કરવી  જોઈએ. સાથે જ મૌની અમાવસ્યાની સાંજે પિતરોના નામનો દિવો પણ જરૂર પ્રગટાવવો જોઈએ. 
 
પિતરો માટે કરો આ ઉપાય 
મૌની અમાવસ્યાના દિવસે પિતરોના નામથી તર્પણ કરવુ શુભ માનવામાં આવે છે. તેનાથી પિતરોને આત્મિક શાંતિ પણ મળે છે. એવુ માનવામાં આવે છે કે જે પૂર્વજોના નામ પણ તમે નથી જાણતા તેમને પણ આ દિવસે તર્પણ કરવાથી માનસિક શાંતિ મળે છે.  તર્પણ તમે પોતે પણ કરી શકો છો કે પછી પંડિતની મદદ પણ લઈ શકો છો.  આ દિવસે દાનનુ પણ ખૂબ મહત્વ રહે  છે. એવુ કહેવાય છે કે આ દિવસે વસ્ત્ર દાન કે ભોજન  દાનથી તમારા પૂર્વજોને યમલોકમાં તેનો સીધો લાભ મળે છે અને પિતૃ તમને આશીર્વાદ આપે છે. આ ઉપરાંત તલનુ દાન પણ કરવુ જોઈએ. 
 
દિવોકંઈ દિશામાં પ્રગટાવવો જોઈએ ?
આ દિવસે સાંજે દિવો પણ પ્રગટાવવો જોઈએ. તેનાથી પિતરોની આત્માને શાંતિ મળે છે. જાતકે સાંજના સમયે ઘરના દરવાજાના ખૂણા પર દિવો પ્રગટાવવો જોઈએ. સાથે જ યાદ રાખો કે આ દિવો દક્ષિણ દિશામા પ્રગટાવો. કારણ કે આ દિશા યમને સમર્પિત હોય છે. સાથે જ આ દિવસે પીપળાના ઝાડ પર જળ જરૂર ચઢાવવુ જોઈએ.  એવુ કહેવાય છે કે પીપળાના ઝાડમાં બધા દેવતાઓનો વાસ હોય છે. તેનાથી પણ  પિતૃ પ્રસન્ન થાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

VIP કલ્ચર અને જનતાની શ્રદ્ધા વચ્ચે આ રીતે લાચાર થઈને પોલીસ જોડી રહી છે હાથ ?