Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી બાળવાર્તા - કબૂતર અને શિકારી

kids story
, શુક્રવાર, 1 જુલાઈ 2022 (00:38 IST)
મિત્રો આજે હું તમને જણાવીશ કે કેવી રીતે એકતામાં બળ હોય છે. 
 
 
એક સમયની વાત છે કે કબૂતરોનુ એક ઝુંડ આકાશમાં ભોજનની શોધમાં ઉડી રહ્યુ હતુ.  ભૂલથી આ ઝુંડ શિકાર શોધતા શોધતા  એક એવા પ્રદેશમાંથી પસાર થયુ જ્યા દુકાળ પડ્યો હતો. કબૂતરોનો સરદાર ચિંતિત થઈ ગયો કારણ કે કબૂતરો થાકી રહ્યા હતા. જલ્દી જ તેમને થોડા દાણા મળવા જરૂરી હતા. દળના યુવા કબૂતર સૌથી નીચે ઉડી રહ્યા હતા. ભોજન નજર આવતા જ તેમને બધાને સૂચના આપવાની હતી.  ઘણુ લાંબુ અંતર કાપ્યા પછી નીચે હરિયાળી જોવા મળી તો બધાને ભોજન મળવાની આશા બંધાઈ. યુવા કબૂતર વધુ નીચે ઉડવા લાગ્યા.  ત્યારે તેમને ખેતરમાં ઘણા બધા અનાજના દાણા વિખરાયેલા જોવા મળ્યા.   તેમણે ઝંડના સરદારને કહ્યુ... કાકા નીચે એક ખેતરમાં ઘણા બધા દાણા વિખરાયેલા છે  આપણા બધાનુ પેટ ભરાય જશે...
 
સૂચના મળતા જ  આખુ દળ નીચે ઉતર્યુ અને દાણા ચણવા લાગ્યુ. વાસ્તવમાં તે દાણા પક્ષી પકડનારા એક શિકારીએ વિખેર્યા હતા. ઉપર ઝાડ પર તેણે જાળ લટકાવી હતી.. જેવા જ કબૂતર દાણા ચણવા લાગ્યા કે તેમના પર જાળ આવીને પડી.  બધા કબૂતર ફસાય ગયા.  બધા કબૂતર રડવા લાગ્યા કે આપણે બધા માર્યા જઈશુ.  પણ સરદાર કશુ વિચારી રહ્યા હતા.  એકાએક તેમણે કહ્યુ સાંભળો જાળ મજબૂત છે એ તો ઠીક છે પણ તેમા એટલી પણ શક્તિ નથી કે એકતાની શક્તિને હરાવી શકે.  આપણે આપણી શક્તિને એક કરીશુ તો મોતના મોઢામાંથી પણ બચી શકીએ છીએ.   તમે બધા ચાંચ વડે જાળને પકડો.. પછી હુ જ્યારે ફુર્રર્ર  કહુ તો એક સાથે જોર લગાવીને ઉડજો.. 
 
બધાએ સરદારની આજ્ઞાનું પાલન કરતા જાળ ચાંચમાં પકડીને ઉડવાની તૈયારી રાખી.  એટલામાં જાળ  બિછાવનાર શિકારી આવતો જોવા મળ્યો.  જાળમાં કબૂતરોને ફસાયેલા જોઈને તેની આખો ચમકી ઉઠી અને તે ખુશીથી ઉછળતો જાળ તરફ દોડ્યો. તેને જોતા જ કબૂતરોના સરદારે કહ્યુ ફુર્રર્રર્ર 
 
બધા કબૂતર એક સાથે જોર લગાવીને ઉડ્યા તો આખુ જાળ હવામાં ઉપર ઉઠ્યુ અને બધા કબૂતર જાળને લઈને જ ઉડવા માંડ્યા. કબૂતરોને જાળ સહિત ઉડતા જોઈને શિકારી આશ્ચર્ય ચકિત થઈ ગયો.. અને જાળની પાછળ દોડવા લાગ્યો.  આટલી વજનદાર જાળ લઈને લાંબો સમય ઉડવુ શક્ય નહોતુ. સરદારે ઉપાય વિચાર્યો.  નિકટમાં જ એક પર્વત પર સરદારનો મિત્ર ઉંદર દર બનાવીને રહેતો હતો. કબૂતર પર્વત પર પહોંચતા જ સરદારનો સંકેત મેળવીને જાળ સહિત ઉંદરના દર નિકટ ઉતર્યા. 
 
સરદારે મિત્ર ઉંદરને સમગ્ર ઘટના સંભળાવી. ઉંદરે જાળ કાપીને તેમને આઝાદ કર્યા. સરદારે પોતાના મિત્ર ઉંદરનો આભાર માન્યો અને કબૂતરોનું ઝુંડ આઝાદીની ઉડાન ભરવા લાગ્યુ.. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Lemon Benefits- લીંબુના આ ફાયદા જાણીને ચોંકી જશો વાળમાં આવી જશે ચમક