કયા વારે કયુ દાન કરવાથી લાભ થાય છે ?
, ગુરુવાર, 30 નવેમ્બર 2017 (06:38 IST)
આપણી ત્યાં દરેક વારનું જુદુ જુદુ મહત્વ છે. સોમવાર, ગુરૂવાર મતલબ ઉપવાસનો દિવસ તમે માનતા હશો પણ આપણા શાસ્ત્રો મુજબ બીજા વારનું પણ એટલુ જ મહત્વ હોય છે. આટલુ જ નહી શાસ્ત્રોમાં એ પણ બતાવવામાં આવ્યુ છે કે કયા વારે કઈ વસ્તુઓનુ મહત્વ હોય છે.
આવો જાણીએ કયા વારે કંઈ વસ્તુનુ મહત્વ હોય છે.
રવિવાર : રવિવાર મતલબ સૂર્યદેવની ઉપાસનાનો દિવસ માનવામાં આવે છે. સૂર્યદેવની કૃપા મેળવવા માટે દરેક રવિવારે ગોળ અને ચોખા, તાંબાના સિક્કા નદીમાં સમર્પિત કરો. સૂર્યને અર્ધ્ય આપો.
સોમવાર : શાસ્ત્ર મુજબ સોમવાર એટલે ચંદ્રનો દિવસ. ચંદ્રદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આ દિવસે ખીર જરૂર ખાવી જોઈએ. કુંડળીમાં ચંદ્ર નીચનો હોય તો સફેદ રંગના વસ્ત્રો પહેરવા અને ચંદનનું તિલક લગાવવુ જોઈએ.
મંગળવાર - મંગળ ગ્રહની વિશેષ પૂજા કરવાનો દિવસ છે. આ દિવસે મસૂરની દાળ દાન કરવી. જે લોકોને મંગળ હોય તેમણે લાલ વસ્તુઓનુ દાન કરવુ. દરેક મંગળવારે થોડી રેવડીઓ નદીમાં માછલીઓ માટે નાખવી, હનુમાનજીની પૂજા કરવી.
બુધવાર : બૃદ્ધિના દેવતા બુધ ગ્રહનો આ દિવસ છે. જે લોકોની કુંડળીમાં બુધ અશુભ હોય તેમણે આ દિવસે મગ ખાવા ન જોઈએ અને દાન પણ ન કરવા જોઈએ. મંગળવારે રાત્રે લીલા મગ પલાળી મુકવા અને બુધવારે સવારે આ મગ ગાયને ખવડાવવા.
ગુરૂવાર - આ દિવસ દેવગુરૂ ગુરૂનો દિવસ છે. જે લોકોની કુંડળીમાં ગુરૂ સારી સ્થિતિમાં ન હોય તેમણે બ્રાહ્મણને પીળા રંગના વસ્ત્રોનુ દાન કરવુ. કઢી-ભાત પોતે પણ ખાવ અને ગરીબ છોકરાઓને પણ ખવડાવો. પીળો રૂમાલ પોતાની પાસે રાખવો. '
શુક્રવાર : દૈત્યના ગુરૂ શુક્રાચાર્યનો આ દિવસ છે. આ દિવસે શુક્ર ગ્રહની વિશેષ ઉપાસના કરવી. આ દિવસે દહી અને લાલ જુવારનું દાન કરવુ. સફેદ રેશમી વસ્ત્રનું દાન કરવુ.
આગળનો લેખ