Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કાનુડાની કૃપા મેળવવા માટે જન્માષ્ટમી પર શું કરવુ શુ ન કરવું

janmashtami
, ગુરુવાર, 18 ઑગસ્ટ 2022 (13:12 IST)
Shri Krishna Janmashtami 2022 નો વ્રત બધા કષ્ટથી મુક્તિ મેળવવા અને કામનાઓને પૂર્ણ કરવાનો માનવામાં આવે છે. આ પાવન વ્રતને કરતા સમયે 
કાનુડાની કૃપા મેળવવા માટે જન્માષ્ટમી પર શું કરવુ શુ ન કરવુ. 
શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની પૂજાથી સંકળાયેલા જરૂરી નિયમ 
હિંદુ ધર્મમાં ભગવાન વિષ્ણુના પૂર્ણાવતાર ગણાતા શ્રીકૃષ્ણની પૂજાનો ખૂબ વધારે મહત્વ છે. કારણ કે તેમની પૂજા અને ભક્તિ જીવનથી સંકળાયેલા બધા ડરને દૂર કરીને 
 
સુખ-સમૃદ્ધિ અને સફળતા અપાનવારી માનવામાં આવે છે. માન્યતા છે કે સાચા મનથી સાધના અને સુમિરન કરવા માત્ર પર ભગવાન શ્રી કૃષ્ણ તેમના ભક્તોને બચાવવા માટે 
 
દોડતા આવે છે. આ જ કારણ છે કે તેમના ભક્તોને ભાદરવા માસના કૃષ્ણપક્ષમાં પડનારા જન્માષ્ટમી પર્વનો આખુ વર્ષ રાહ જોવે છે. બધા સુખને અપાવનારી અને કામનાઓને 
 
પૂરા કરનારી જન્માષ્ટમી વ્રતને સફળ બનાવવા માટે તમને શું કરવુ અને શું ન કરવો જોઈએ આવો જાણીએ 
 
જન્માષ્ટમી પર ભૂલીને પણ ન કરવુ આ કામ 
- ભગવાન શ્રીકૃષ્ણની પૂજામાં ભૂલીને પણ વાસી કે કરમાયેલા ફૂલનો પ્રયોગ ન કરવો. જો શક્ય હોય તો કમળના ફૂલ જરૂર ચઢાવો. 
- ભગવાન કૃષ્ણને ગાય પ્રત્યે અપાર પ્રેમ હતો. તેથી જન્માષ્ટમીના તહેવારને ભૂલીને પણ ગાયોને મારવી કે હેરાન ન કરવી જોઈએ નહીં તો પૂજા અને ઉપવાસનું ફળ મળતું નથી.
- જન્માષ્ટમીનું વ્રત કરનાર વ્યક્તિએને તામસિક વસ્તુઓનું સેવન ન કરવો જોઈએ. આ પવિત્ર વ્રત કરનાર વ્યક્તિએ એક દિવસ પહેલા લસણનું ડુંગળી, માંસ, દારૂ જેવી વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ.
- જન્માષ્ટમીમાં કોઈની તરફ ખોટા વિચારો ન લાવવા જોઈએ અને ન તો કોઈની સાથે દુર્વ્યવહાર કરવો જોઈએ.
- જન્માષ્ટમી પર ન તો તુલસીના પાન તોડવા જોઈએ અને ન તો કોઈ વૃક્ષ કે છોડ કાપવા જોઈએ. 
- જન્માષ્ટમીની પૂજા માટે એક દિવસ પહેલા તુલસીની  તોડી લેવી જોઈએ . 
- શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર તહેવાર પર કાળા વસ્ત્રો પહેરીને પૂજા ન કરવી જોઈએ. તેના બદલે પીળા રંગના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે.
 
 
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર કરો આ કામ
- જન્માષ્ટમીના પવિત્ર તહેવાર પર ભગવાન કૃષ્ણની પૂજા કરતી વખતે, તેમની પાસે તેમની મનપસંદ વસ્તુઓ જેમ કે મોરના પીંછા, ગાયના દૂધમાંથી બનેલી ખીર, પંચામૃત, મીઠાઈઓ, માખણ વગેરે અવશ્ય ચઢાવવો જોઈએ.
 
- જન્માષ્ટમી પર પૂજા કરતી વખતે શંખનો ઉપયોગ અવશ્ય કરો અને તેના દ્વારા તમારા લાડુ ગોપાલને સ્નાન કરાવો.
- લાડુ ગોપાલને ભોગ ચઢાવતી વખતે તુલસીનના પાન અવશ્ય અર્પણ કરો.
-શ્રી કૃષ્ણની પૂજા કર્યા પછી, તમારા મનમાં તમારી ઇચ્છા કહીને હીંડોળા હલાવવો. 
- જન્માષ્ટમીના શુભ અવસરે શક્ય હોય તો બધાએ પોતાના જન્મની ખુશીમાં ભજન, કીર્તન અને જાગરણ કરવું જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

shitala satam vrat katha- શીતળા સાતમ ની વાર્તા