IPL 2025 નો ઉત્સાહ શરૂ થઈ ગયો છે. આ લીગની બીજી મેચમાં રાજસ્થાન રોયલ્સનો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે છે. આ મેચ બંને ટીમોની પ્રથમ મેચ છે, તેથી બંને ટીમો જીત સાથે શરૂઆત કરવા માંગે છે.
મેચમાં રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં રાજસ્થાન રોયલ્સની કમાન રેયાન પરાગના હાથમાં રહેશે જ્યારે હૈદરાબાદ માટે પેટ કમિન્સ આ ભૂમિકા ભજવશે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 20 મેચ રમાઈ છે જેમાંથી હૈદરાબાદે 11માં જીત મેળવી છે જ્યારે રાજસ્થાને નવમાં જીત મેળવી છે.
રાજસ્થાનને 287 રનનો ટાર્ગેટ મળ્યો હતો
20 ઓવરની બેટિંગ કર્યા બાદ હૈદરાબાદે આઈપીએલના ઈતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. ટીમે 6 ઓવરમાં 286 રન બનાવી લીધા છે. હૈદરાબાદ તરફથી ઈશાન કિશને શાનદાર સદી ફટકારી હતી. તેણે 47 બોલમાં 106 રનની અણનમ ઇનિંગ રમી હતી. ઈશાને પોતાની ઈનિંગ દરમિયાન 11 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. તેના સિવાય ટ્રેવિસ હેડે 31 બોલમાં 67 રનની ઇનિંગ રમી હતી. રાજસ્થાનને જીતવા માટે 20 ઓવરમાં 287 રન બનાવવા પડશે.