Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kitchen Hacks- વરસાદમાં કામ આવશે આ Tips and Tricks

Kitchen Hacks- વરસાદમાં કામ આવશે આ Tips and Tricks
, બુધવાર, 15 જૂન 2022 (00:48 IST)
વરસાદના મૌસમ શરૂ થતા જ કિચનમાં રાખેલી સોજી, બેસન જેવા વસ્તુઓમાં કીડા અને જીવ લાગવા શરૂ થઈ જાય છે. તેથી જો તમે પણ દર વર્ષે વરસાદના મૌસમમાં આ સમસ્યાથી પરેશાન રહો છો તો ટેંશન છોડી અજમાવો આ ઉપાય 
 
વરસાદમાં સોજીના કીડાથી દૂર રાખવાના ઉપાય 
 
ઈલાયચી 
વરસાદમાં સોજીને કીડાથી દૂર રાખવા માટે તમે ઈલાયચીનો પણ ઉપયોગ કરી શકે છે. તેના માટે તમે સૌથી પહેલા સોજીને એક એયર ટાઈટ ડિબ્બામાં ભરીને રાખો. ત્યારબાદ એક પેપરમાં ચારથી પાંચ ઈલાયચીને સારી રીતે લપેટીને સોજીના ડિબ્બામાં નાખી સારી રીતે બંદ કરી દો. આવુ કરવાથી સોજીમાં કીડા નહી લાગશે. 
 
તજ 
તજની મદદથી તમે સોજીને કીડા લાગવાથી બચાવી શકો છો. તેના માટે સોજીને કોઈ એયર ટાઈટ ડિબ્બામાં ભર્યા પછી તેમાં તજ પાઉડર કે એક થી બે ઈંચ આખા તજને કાગળમાં લપેટીને ડિબ્બામાં નાખી તેને સારી રીતે બંદ કરી નાખો. આ ઉપાય અજમાવવાથી એક થી બે મહીના સુધી સોજી ખરાબ નહી હોય છે. 
 
તમાલપત્ર અને મોટી ઈલાયચી 
તમાલપત્ર અને મોટી ઈલાયચીના ઉપયોગથી પણ સોજીના કીડા લગાવવાથી બચાવી શકાય છે. તેના માટે તેને પેપરમાં લપેટીને કે પછી આમજ રાખી શકો છો. સોજીનો ઉપયોગ કર્યા પછી ડિબ્બાને સારી રીતે બંદ જરૂર કરી દો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Google પર છોકરાઓ સૌથી વધારે શુ સર્ચ કરે છે થયો ચોંકાવનાર ખુલાસો