આજે હુ આપને રોટલી બનાવવાની સહેલી રીતે બતાવી રહી છુ. ઘણા લોકો એવા હોય છે જેમની પાસે ટાઈમ નથી હોતો કે તેઓ રસોઈ બનાવી શકે અને તેમાથી મોટાભાગના સ્ટુડેંટ જ હોય છે. તો એવા લોકો માટે ખૂબ જ ખુશીની વાત રહેશે કે આજે તેમને માટે પણ એક ઉપાય શોધી લીધો છે અને આ તમારે માટે ખૂબ જ સરળ છે. રોટલી અનેક પ્રકારની અને અનેક રીતે બનાવવામાં આવે છે. ઘઉના લોટની, મકાઈના લોટની, બાજરીના લોટની અને ઘણા લોકો મિક્સ લોટની પણ બનાવે છે. પણ આપણે મોટેભાગે ઘઉના લોટની જ બનાવીએ છીએ તો ચાલો સ્ટાર્ટ કરીએ..
સામગ્રી - લોટ 2 કપ,
ગરમ પાણી 1 કપ
તેલ અથવા ઘી - 2 ચમચી
બનાવવાની રીત -
- સૌ પહેલા લોટમાં તેલ્નાખો.
- પછી થોડુ થોડુ કરીને પાણી નાખો. જ્યા સુધી લોટ સારી રીતે મિક્સ ન થઈ જાય.
- હવે બાંધેલા લોટને 15 મિનિટ સુધી કોઈ વસ્તુથી ઢાંકી દો.
- હવે ગેસ ઓન કરીને તવો ગરમ કરવા મુકો
- તવો ગરમ થાય ત્યા સુધી રોટલી વણી લો.
- આ માટે બાંધીલા લોટને એકવાર ફરી હાથ વડે સારી રીતે મિક્સ કરો
- થોડો સુકો લોટ લો
- બાંધેલા લોટના એકસરખા નાના નાના લૂઆ કાપી લો
- ત્યારબાદ લૂઆને સૂકા લોટમાં ગોળ ગોળ ફેરવી અને તેને આયણી પર મુકો અને વેલણથી વણી લો
- જ્યારે તે પૂરી જેટલી મોટી વણાય્ય ત્યારે ફરી એકવાર સૂકા લોટમા લપેટી લો અને ફરી વણી લો
- હવે રોટલીના આકારનુ કોઢી ઢાંકણુ લો અને તેને રોટલી પર મુકીને દબાવી દો.
- ઢાંકણની બહાર નીકળેલો ભાગ હટાવી લો
- લો તમારી રોટલી તૈયાર છે હવે તેને તવા પર નાખી દો.
- તવો ગરમ થઈ ગયો હશે. રોટલીને 3-4 સેકંડ પછી પલટાવી દો
- ત્યારબાદ બીજી રોટલી માટે લોઈ બનાવી લો
- તવા પર મુકેલી રોટનીને થોડી ફેરવી દો અને હળવા હાથથી ચારે તરફથી દબાવો
- પછી પલટાવીને હળવા હાથે કપડા વડે ચારે તરફના ખૂણેથી દબાવશો તો તમારી રોટલી ફુલી જશે.
- પછી રોટલીને કોઈ વાસણમાં મુકી દો અને બીજી રોટલી વણીને સેકો.
આશા છે કે તમને રોટલી બનાવવાની આ સહેલી રીતે ગમી હશે.