Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Washing Machine Cleaning Tips- સિરકાથી કેવી રીતે સાફ કરીએ વૉશિંગ મશીન, જેનાથી બની જશે નવાની જેમ

washing machine
, રવિવાર, 27 નવેમ્બર 2022 (08:46 IST)
Washing Machine Cleaning Tips તમે વોશિંગ મશીન વડે કપડાં ધોતા હોવ. જો તમારી પાસે ટોપ લોડ વોશિંગ મશીન છે, તો તમે તેને વિનેગરની મદદથી સાફ કરી શકો છો.તમે વિચારશો કે તમારું વોશિંગ મશીન અંદરથી સાફ છે, પરંતુ એવું નથી. નિયમિત સફાઈના અભાવે ખરાબ ગંધ, જર્મ્સ બેક્ટેરિયા
 
અને ફંગસ એકત્ર થઈ શકે છે. રાહતની વાત એ છે કે આજના સમયમાં ઘરમાં વોશિંગ મશીન સાફ કરવાની ઘણી રીતો છે. મશીનને તેમાં વિનેગર નાખીને સાફ કરો . તો ચાલો જાણીએ કે કેવી રીતે વિનેગરથી વોશિંગ મશીન સાફ કરવું.
 
મશીનને હૉટ ટેંપ્રેચર પર સેટ કરો 
મશીનની સાફ-સફાઈ કરવા માટે સૌથી પહેલા મશીન શરૂ કરવી અને તેમાં ગરમ પાણી ભરી દો. હવે વૉશર ચલાવો. 945 મિલી વ્હાઈટ વિનેગર મેજર કરો અને વૉશરમાં નાખી દો. 
 
બેકિંગ સોડા નાખો 
વધારે ડીપ ક્લીનિંગ માટે પાણીમાં એક કપ બેકિંગ સોડા પણ મિક્સ કરી શકાય છે. હવે મશીનની લિડ બંદ કરીને 5 મિનિટ સુધી ચાલવા માટે છોડી દો. તેમાં સોડા અને વિનેગર મશીનની અંદર રહેલી ગંદહીને સાફ કરવામાં મદદ કરશે. 
 
એક કલાક માટે મશીન બંધ કરો
હવે ઢાંકણ ખોલો અને એક કલાક માટે મશીન બંધ કરો. તેનાથી મશીનની અંદર જામેલી ગંદકી સાફ થઈ જશે.
 
 
ક્લીનર સાથે સાફ મશીન
મશીનને બહારથી સાફ કરવા માટે સાફ કપડુ અને સાઇટ્રસ ક્લીનરનો ઉપયોગ કરો. મશીનના ગંદા ભાગો પર ક્લીનરનો છંટકાવ કરો અને ગંદકીને સફ કરવા માટે કપડાં વાપરો.
 
મશીનમાંથી પાણી કાઢો 
જ્યારે સાઈકિલ પૂરી થઈ જાય, ત્યારે મશીનમાંથી પાણી નીકળી જાય તેની રાહ જુઓ.મશીનની અંદર સાફ કરો
હવે મશીનની અંદરના ભાગને સૂકા કપડાથી સાફ કરો. તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણોની જેમ, વોશિંગ મશીનને પણ સફાઈની જરૂર છે. નિષ્ણાતોના મતે, દર ત્રણ મહિને વોશિંગ મશીન સાફ કરવાથી તે લાંબા સમય સુધી બગડતું નથી.
(Edited BY-Monica Sahu)   

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નકલી અને અસલી ગોળ ઓળખવાની સરળ રીતો