Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Winter Festivals- ખૂબ ખાસ છે દેશના આ વિંટર ફેસ્ટીવલ, નવી જગ્યાઓ ફરવાની સાથે લઈ આવો મજા

webdunia
શુક્રવાર, 11 નવેમ્બર 2022 (15:43 IST)
Winter Festivals In India- ભારત તો પરંપરા અને સંસ્ક્ર્તિઓનુ દેશ છે. અહીં ઢગલાને પગલા કલ્ચરનુ રંગ બદલતો જોવાય છે. આપણા દેશમાં દરેક જગ્યાની તેમની જુદી જ પરંપરાઓ છે. ભારતમાં દર મહીને ઘણા તહેવાર ઉજવાય છે.શિયાઁઆના દિવસોમાં પણ દેશમાં ઘણા ફેસ્ટીવલ્સ હોય છે. વિંટર ફેસ્ટીવલ માટે ઘણા વિદેશ ફરવા જાય છે જ્યારે આપણા દેશમાં જ ઘણા વિંટર ફેસ્ટીવલ ઉજવે છે. આ ફેસ્ટીવલસ ખૂબ ખાસ છે. આવો જાણીએ દેશના વિંટર ફેસ્ટીવલ્સના વિશે 
 
મનાલી વિંટર ફેસ્ટીવલ 
વિંટર સીઝનમાં મનાલી બર્ફીલો થઈ જાય છે. શિયાઁઆં મનાલીનુ નજારો કોઈ વિદેશની રીતે જ નજર આવે છે. શિયાળામાં મનાલી વિંટર ફેસ્ટીવલ ઉજવાય છે. મનાલીના વિંટર ફેસ્ટીવલમાં હિમાચનલની સંસ્કૃતિ જોવાય છે. વિંટર ફેસ્ટીવલ જોવા માટે મોટી સંખ્યામાં ટૂરિસ્ટ આવે છે. 
 
જેસલમેર ફેસ્ટ 
શિયાળાના દિવસોમાં જો ફરવો હોય તો તમને જેસલમેર ફેસ્ટ જોવા માટે જરૂર જવુ જોઈએ. જેસલમેર ફેસ્ટ જોવા માટે ભારતીય જ નહી પણ વિદેશા ટૂરિસ્ટ પણ મોટી સંખ્યામાં આવે છે. જેસલમેર ફેસ્ટ રાજસ્થાનની સંસ્કૃતિ અને રાજસ્થાનની પરંપરાઓને જોવાવે છે . આ ફેસ્ટીવલ પૂરા 4 દિવસ સુધી ચાલે છે. 
 
માઉંટ આબૂ વિંટર ફેસ્ટીવલ 
માઉંટ આબૂ ખૂબ સુંદર જગ્યા છે. અહીંથી રાજસ્થાનનો નજારો વધુ સુંદર જોવાય ચે. માઉંટ આબૂ પર શિયાળાના દિવસોમાં વિંટર ફેસ્ટીવલનો આયોજન કરવામાં આવે છે.

કચ્છનુ રણ ઉત્સવ 
શિયાળાના દિવસોમાં ગુજરાતના કચ્છનુ રણ ઉત્સવ ઉજવાય છે. રણ ઉત્સવ જોવા માટે દૂર-દૂરથી લોકો આવે છે. રણ ઉત્સવમાં ગુજરાત અને કચ્છની પરંપરાઓ જોવાશે. રણ ઉત્સવમાં જઈને સુંદર રણમાં લાગતા મેળા, ઊંટ સવારી અને ગુજરાતી ફૂડનો આનંદ માણી શકાય છે. તમે કચ્છના સુંદર સ્થળોની મુલાકાત પણ લઈ શકો છો.
 
વૈશાખી તહેવાર
ભારતમાં વૈશાખીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. દેશના રાજ્યની વસંતની શરૂઆતમાં જુદા-જુદા રીતે વૈશાખી ઉજવાય છે. પંજાબમાં વૈશાખીની જુદી જ ધૂમ હોય છે. જો તમે વૈશાખીને પારંપરિક અંદાજમાં સેલિબ્રેટ કરવા ઈચ્છો છો તો તમને પંજાબના ચંડીગઢ જેવા શહરો ફરવા જવો જોઈએ. 
 
બીકાનેરનુ ઉંટ ઉત્સવ 
ઉંટની સવારીની મજા જ જુદો છે. પણ બીકાનેરમાં ઉંટનુ માર્ચ કાઢવામાં આવે છે. શિયાળાના દિવસોમાં બીકાનેરમાં ઉંટને શણગારીને જૂનાગઢના કિલ્લાથી તેમની શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ ઊંટ ઉત્સવ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.
 

પરફેક્ટ જીવનસાથી શોધી રહ્યા છો? ગુજરાતી મેટ્રિમોનીમાં - મફત નોંધણી કરો
Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેંસર સેલ્સને વધવાથી રોકે છે પાણીમાં ઉગતો આ સૌથી સસ્તુ ફળ, જાણો તેના આરોગ્ય લાભ