Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી ફિલ્મ "તારો થયો"ના ગીત "હંસલોને હંસલીની જોડી નિરાલી"માં ભવાઈકલાની અનન્ય ઝલક જોવા મળે છે.

taro thayo
, સોમવાર, 30 ડિસેમ્બર 2024 (18:53 IST)
taro thayo
ગુજરાતી ફિલ્મ 'તારો થયો' સિનેમાની દુનિયાને નવા ક્ષિતિજો સુધી પહોંચાડે છે. આ ફિલ્મની વાર્તામાં 6 અલગ-અલગ ગીતોની મધુર ધૂનથી પ્રેમની સુવાસ છલકાઈ છે. આમાંનું એક ગીત ગુજરાતી લોક-ભવાઈને અનોખી રીતે સુંદરતાથી પુનર્જીવિત કરે છે. મિલિંદ ગઢવી દ્વારા લખાયેલ અને અભિજિત વાઘાણી દ્વારા રચિત આ ભવાઈ પ્રેરિત ગીત "હંસલો ને હંસલી ની જોડી નિરાલી" એ ઘણા લોકોના દિલ જીતી લીધા છે, જે ટાઈટલ ટ્રેક 'તારો થયો' ની સફળતા બાદ ફિલ્મના સંગીતને નવી ઉંચાઈએ લઇ ગયું છે. પ્રસિદ્ધ લેખિકા અને પ્રેરણાદાયી વક્તા કાજલ ઓઝા વૈદ્ય દ્વારા લખાયેલી, આ ફિલ્મની વાર્તા કોઈ કાલાતીત રત્નથી ઓછી નથી. દિગ્દર્શક ધર્મેશ પટેલ કહે છે, "કાજલ ઓઝા વૈદ્યના શબ્દો એટલા ગહન છે કે તે ખરેખર ક્રાંતિકારી લેખકના બિરુદને પાત્ર છે."

એ વાત ચોક્કસ છે  કે પોતાના અભિનય,  પ્રતિભા અને પાવર-પેક્ડ પર્ફોર્મન્સથી થી  હિતેન કુમાર ફરીથી સાબિત કરી દેશે કે તેઓ ગુજરાતી સિનેમા ના હાર્દ અને આ ફિલ્મ ના હાર્ટ સમાન છે. આ સાથે, વ્યોમા નંદી અને સની પંચોલી યુવા પેઢીની માન્યતા અને લાગણીઓનું પ્રતિનિધિત્વ કરે છે, જે વાર્તાને વધારે ગહન બનાવે છે. એકસાથે, આ બધા પાત્રો સાબિત કરે છે કે સાચો પ્રેમ એટલે એક જ વ્યક્તિના પ્રેમમાં વારંવાર પડવું. ફિલ્મની વાર્તાના લેખક કાજલ ઓઝા વૈદ્યએ આ વિષય પર જે પરિણામો દર્શાવ્યા છે તે આજના યુગના સંબંધોની મજબૂત પાયાની વાત છે. 
 
નિર્માતા વિજય એમ. ચૌહાણ અને સંજય એમ. ચૌહાણે દરેક ફ્રેમમાં શ્રેષ્ઠતા સુનિશ્ચિત કરીને, ફિલ્મના દરેક પાસામાં તેમનું સમર્પણ રેડ્યું છે. તેમની પ્રતિબદ્ધતા સ્ક્રીન પર ચમકે છે, જે 'તારો થયો' ને વિઝન અને ઈમોશન્સ સાથે એક માસ્ટરપીસ બનાવે છે.  
 
"તારો થયો" ફક્ત એક રોમેન્ટિક ફિલ્મ નથી, પરંતુ તે સંગીતમય  યાત્રાની કાવ્યાત્મક રજૂઆત છે. તે ગુજરાતી સિનેમાના દર્શકો માટે એક યાદગાર અનુભવ બની રહેશે. આ ફિલ્મ 17મી જાન્યુઆરી, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
Link of song: https://youtu.be/k_mODViuraw?si=AE0_lbuFY-tBjlU6

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - "લોકડાઉન