Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હિતેન કુમાર અને કાજલ ઓઝા વૈદ્ય દ્વારા અભિનિત ગુજરાતી ફિલ્મ ‘તારો થયો 17 જાન્યુઆરીએ રીલિઝ થશે

Taro thayo
, શુક્રવાર, 20 ડિસેમ્બર 2024 (15:00 IST)
Taro thayo

ગુજરાતી ફિલ્મ ‘તારો થયો’ એ પ્રેમના જાદુને સેલિબ્રેટ કરે છે, જેમાં પાત્રો છે કેદાર અને મિતાલી અને જેને ભજવી રહ્યા છે ગુજરાતી ફિલ્મજગતના નામી કલાકારો હિતેન કુમાર અને કાજલ ઓઝા વૈદ્ય તથા આરવ અને અંતરાનું પાત્ર સની પંચોલી અને વ્યોમા નંદી દ્વારા ભજવવામાં આવ્યું છે. એકસાથે, આ બધા પાત્રો જીવનની સફર મા એકબીજાને ફરીથી મદદ કરે છે અને સાબિત કરે છે કે સાચો પ્રેમ એટલે એક જ વ્યક્તિના પ્રેમમાં વારંવાર પડવું.
આ ફિલ્મનું નિર્માણ મુંબઈ સ્થિત લીલા મોહન પ્રોડક્શન હાઉસ દ્વારા કરવામાં આવ્યું છે, નિર્માતા વિજય ચૌહાણ, નિધિ ચૌહાણ અને સંજય ચૌહાણ છે. ફિલ્મના દિગ્દર્શક એવોર્ડ વિજેતા એડિટર અને ડિરેક્ટર ધર્મેશ પટેલ છે. આ ફિલ્મમાં  હિતેન કુમાર, કાજલ ઓઝા વૈદ્ય, સની પંચોલી, વ્યોમા નંદી, નમન ગોર, રીવા રાચ્છ, વિસ્તાસ્પ ગોટલા, સોનુ ચંદ્રપાલ, જ્હાનવી પટેલ, ફિરોઝ ઈરાની, હિતેશ રાવલ, જિજ્ઞેશ મોદી અને ખાસ હાજરીમાં હિતુ કનોડિયા છે. 'તારો થયો' વાર્તા જાણીતા લેખક અને પ્રેરક વક્તા કાજલ ઓઝા વૈદ્ય દ્વારા લખવામાં આવી છે.
ફિલ્મનું સંગીત રિપુલ શર્મા અને અભિજીત વાઘાણી દ્વારા આપવામાં આવ્યું છે. ફિલ્મમાં 6 ગીતો છે સુપ્રસિદ્ધ ગાયક ઓસ્માન મીરે આ ફિલ્મ ની મ્યુઝિકલ જર્ની મા સામેલ છે. ફિલ્મનું સંગીત પેનોરમા મ્યુઝિક પર છે, આ ફિલ્મ પેનોરમા સ્ટુડિયો દ્વારા દેશભરમાં રિલીઝ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ 17મી જાન્યુઆરી, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. માણો પ્રેમની યાદો અને જીવનભરના સંગાથની વાતોની પહેલી ઝલક.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Baidyanath Jyotirlinga Temple- વૈદ્યનાથ જ્યોતિર્લિંગ