Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Malhar Thakar અને પૂજાના લગ્નની તસ્વીરો વાયરલ

malhar puja
, બુધવાર, 27 નવેમ્બર 2024 (14:50 IST)
malhar puja
Malhar Thakar-Puja Joshi: ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ 26 નવેમ્બરે લગ્ન કરી લીધા છે. કપલે પોતાના સોશિયલ મીડિયા હેંડલ પર એક જોઈંટ પોસ્ટ કરતા ફેંસને આ ગુડ ન્યુઝ આપી છે. ફેંસ ખૂબ જ આતુરતાથી કપલના સાત ફેરા લેવાની રાહ જોઈ રહ્યા હતા. હવે તેમની ઈચ્છા પૂરી થઈ છે.  

 
પૂજાએ પોતાના ઈસ્ટાગ્રામ હેંડલ પર પોતાના લગ્નની અનેક સુંદર તસ્વીરો શેયર કરી છે. આ તસ્વીરો મંડપ પર લેવામાં આવી છે જેમા કપલ લગ્નના રિવાજો નિભાવતા જોવા મળી રહ્યા છે.  
 
મલ્હાર ઠાકર અને પૂજા જોશી લગ્નના બંધનમાં બંધાયા 
મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ પોતાના આ ખાસ દિવસની તસ્વીરો શેયર કરતા કેપ્શનમાં લખ્યુ - હુ અને હું માંથી અને અમે બન્યા અને અમે હંમેશા ખુશ રહીએ. આ સાથે તેમને દિલ અને નજર ન લાગનારી ઈમોજી પણ લગાવી છે. 
 
પૂજા જોશીએ પોતાના લગ્નના અવસર પર ટ્રેડિશનલ રેડ લહેંધા ચોલી પહેરી હતી. જેના પર ફૂલોનુ ભરતકામ કરવામાં આવ્યુ હતુ. તેમણે પોતાના લુકને સ્ટેટમેંટ જ્વેલરી સાથે પેયર કર્યુ અને ન્યૂડ મેકઅપ લુક આપ્યો.  દુલ્હનના વેશમાં પૂજા ખૂબ સુંદર લાગી રહી હતી. બીજી બાજુ મલ્હાર આઈવરી શેરવાની સાથે મેચિંગ પાગડીમાં ખૂબ જ હેંડસમ લાગી રહ્યો હતો.  
 
મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ જ્યારે કરી શાદીની જાહેરાત 
મલ્હાર અને પૂજાને લઈને લાંબા સમયથી રિલેશનશિપ રૂમર્સ ઉડી રહ્યા હતા. પછી કપલે છેવટે 6 નવેમ્બરના રોજ સોશિયલ મીડિયા પર પોતાની એક રોમાંટિક ફોટો શેયર કરતા ડેંટિંગ અફવાઓ પર વિરામ લગાવી દીધુ હતુ. સાથે જ તેમણે એ જાહેરાત કરી હતી કે તેઓ લગ્ન કરીને પોતાના જીવનનુ એક નવુ ચેપ્ટર શરૂ કરવાના છે.  

 
તેમણે કેપ્શનમાં લખ્યુ - બધી અફવાઓ પર વિરામ લગાવતા.. રીલ થી રિયલ સુધી.. તમારા પ્રેમ અને આશીર્વાદથી અમે અમારુ નવુ ચેપ્ટર શરૂ કરી રહ્યા છીએ. કાઉંટડાઉન શરૂ થાય છે.  તમને જણાવી દઈએ કે મલ્હાર અને પૂજા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા કલાકારો છે. મલ્હારે ઘણી હિટ ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું છે. તે માધુરી દીક્ષિતની વેબ સિરીઝ 'માજા મા'માં પણ જોવા મળ્યો હતો. બીજી તરફ, પૂજાએ બે હિન્દી ટીવી શો ‘કાલ ભૈરવ રહસ્ય’ અને ‘ઈન્ટરનેટ વાલા લવ’માં કામ કર્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - જીજા - સાળી