જો તમે તમારા નાસ્તા માટે કંઈક નવુ બનાવવા માંગો છો તો આ ટામેટા ઉપમા જરૂર ટ્રાય કરો. ટામેટા નાખવાથી ઉપમાનો સ્વાદ વધી જાય છે અને તેને બનાવવુ પણ સહેલુ છે. તમે તેને સવારે તમારી વ્યસ્ત લાઈફમાં પણ ઝટપટ બનાવી શકો છો.
- ટામેટાનો ઉપમા બનાવવા માટે સૌ પહેલા એક કઢાઈમાં રવો નાખો અને તેનો રંગ બદલતા સુધી તેને સેકો. સેક્યા બાદ તેને જુદો મુકી દો.
- હવે એક કઢાઈમાં તેલ કે ઘી ગરમ કરો. તેમા રાઈ, હિંગ, સુકા લાલ મરચા અને કઢી લીમડો નાખો. 30 સેકંડ સુધી તેને થવા દો.
- હવે તેમા ડુંગળી અને લીલા મરચા નાખો અને ડુંગળીને નરમ થતા સુધી પકવો.
- હવે તેમા ટામેટા નાખો અને ટામેટાને નરમ થતા સુધી પકવો. ટામેટા નરમ થયા બાદ તેમા લાલ મરચાનો પાવડર, મીઠુ, લીંબુનો રસ નાખો અને 3 થી 5 મિનિટ સુધી પકવી લો.
ત્યારબાદ તેમા રવો અને પાણી નાખો. તેને હલાવતા રહો જેથી તેમા ગાંઠ ન પડે, 5 થી 8 મિનિટ માટે વધુ સીજવા દો અને પછી ગેસ બંધ કરી દો. લીલા ધાણાથી ગાર્નિશ કરો અને ગરમા ગરમ પીરસો.
- ટામેટા ઉપમાને નારિયળની ચટણી અને ફિલ્ટર કૉફી સાથે સવારે નાસ્તા માટે પીરસો.
- જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ નાસ્તા માટે બનાવી શકો છો.