Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Breakfast Recipe - ટેકો સમોસા રેસીપી

taco samosa recipe
, સોમવાર, 3 એપ્રિલ 2023 (16:21 IST)
મિત્રો આ વખતે અમે તમારી માટે લાવ્યા છીએ એક ખાસ પ્રકારના સમોસા ટૈકો સમોસા, આ સમોસાને આપણે ઝટપટ તૈયાર કરી લઈએ છીએ તો વખતની સાંજની ચા કે સવારના નાસ્તામાં બનાવો આ મજેદાર અને ચટપટા Taco Samosa અને ચાખો સમોસાનો જબરદસ્ત સ્વાદ. 
 
ટૈકો સમોસા બનાવવાની સામગ્રી 
 
મૈદો - 200 ગ્રામ 
રવો - 50 ગ્રામ 
હળદર પાવડર - અડધી ચમચી 
અજમો - અડધો ટીસ્પૂન 
કુણુ પાણી - જરૂરિયાત મુજબ 
મીઠુ - સ્વાદ અનુસાર 
તેલ - ફ્રાઈ કરવા માટે 
 
ભરાવન માટે સામગ્રી  - બટાકા- બાફેલા ચાર મીડિયમ 
વટાણા - બાફેલા અડધી ચમચી 
આમચૂર પાવડર - એક ચમચી 
આદુ - એક ચમચી છીણેલો 
હળદર પાવડર - અડધી ચમચી 
મીઠુ - સ્વાદ મુજબ 
તેલ - બે ચમચી 
 
બનાવવાની રીત - How to make Taco Samosa 
 
ટેકો સમોસા બનાવવા માટે સૌ પહેલા લોટ બાંધીને મુકી દો.  આ માટે એક બાઉલમા મેદો, રવો, અજમો, હળદર અને ત્રણ ચમચી તેલ નાખીને સારી રીતે મિક્સ કરી લો. અને પછી તેમા થોડુ થોડુ કરીને કુણુ પાણી નાખીને તેનો લોટ તૈયાર કરી લો. 
 
લોટ હંમેશા કડક જ ગૂંથવો જોઈએ. સારી રીતે મસળી મસળીને તેનો એક ડો બનાવી લો. અને પછી દસ મિનિટ માટે તેને સેટ થવા માટે મુકી દો. 
 
ત્યા સુધી આપણે ભરાવન તૈયાર કરી લઈએ.  બટાકાને ઝીણા ઝીણા કરી લો. અને ગેસ પર પેન ગરમ કરવા મુકો. પછી તેમા બે ચમચી તેલ નાખો અને રાઈ તતડાવો પછી વરિયાળી, હિંગ, જીરુ, હળદર પાવડર અને આદુ નાખીને તેને ચલાવતા મિક્સ કરી લો. 
 
એક મિનિટ પછી આમચૂર પાવડર અને મીઠુ નાખીને હલાવતા તેને સારી રીતે મિક્સ કરી લો. ચાર થી પાંચ મિનિટ સુધી બટાકાને સારી રીતે સેકી લો. જ્યારે બટાકા સારી રીતે સેકાય જાય ત્યારે તેને પ્લેટમાં ઠંડા કરવા મુકી દો. 
 
હવે લોટ પણ સારી રીતે સેટ થઈ ગયો છે. લોટને મસળીને નાના નાના લૂઆ બનાવી લો. આ જ રીતે બધા લોટના લૂઆ બનાવીને મુકી દો. 
 
પછી વેલણની મદદથી એકદમ પાતળા વણી લો અને એક વાડકીની મદદથી ગોળ કાપી લો. અને એક કાંટાની મદદથી તેમા ચાર પાંચ કાણા પાડી દો. 
 
કઢાઈમાં તેલ ગરમ કરવા મુકી દો. જે નાની નાની રોટલી વણી છે તેને ફોલ્ડ કરીને (ફોલ્ડ એ રીતે કરવાના કે તેમા ગેપ રહે)  તેલમાં નાખીને તળી લો. તળતી વખતે જ્યારે પલટાવો ત્યારે ઝારાની મદદથી તેને વચ્ચેથી દબાવીને ફોલ્ડ કરી લો અને  બંને બાજુથી સેકાય જાય કે ટેકોને કઢાઈમાંથી કાઢી લો.
 
બધા ટેકો ફ્રાય થઈ જાય કે એક એક કરીને અંદર બટાકાનો મસાલો ભરી લો .. તૈયાર છે ગરમા ગરમ ટેકો સમોસા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહાવીર જયંતિ પર નિબંધ