જરૂરી સામગ્રી:
½ કપ સૂકા દાડમની છાલ
2-3 લસણની કળી
1 લીલું મરચું
½ કપ કોથમીર
1 ચમચી લીંબુનો રસ
½ ટીસ્પૂન જીરું પાવડર
સ્વાદ મુજબ મીઠું
ચટણી બનાવવાની રીત-
દાડમની છાલને આછું તળી લો જેથી તેની કડવાશ ઓછી થઈ જાય.
છાલ, લસણ, લીલા મરચાં, કોથમીર અને જીરું પાવડર મિક્સરમાં નાખો.
થોડું પાણી ઉમેરીને પીસી લો અને સ્મૂધ ચટણી બનાવો.
છેલ્લે લીંબુનો રસ ઉમેરો અને તેને બટેટા પરાઠા, રોટલી કે ભાત સાથે સર્વ કરો.