Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

15 મિનિટમાં જ ઘરે બનાવો કેરીનું અથાણું

15 મિનિટમાં જ ઘરે બનાવો કેરીનું અથાણું
, રવિવાર, 14 જૂન 2020 (11:07 IST)
ગરમીના દિવસોમાં લોકોને ભૂખ ન લાગવાની સમસ્યા ખૂબ રહે છે. લોકોને ભૂખથી વધુ તરસ લાગે છે. પાણે પી પીને લોકો પેટ ભરી લે છે. આવામાં જો રૂટીનનુ ભોજન સામે આવી જાય તો તમારી અડધી ભૂખ ભોજન જોઈને મરી જાય છે. પણ ભોજન સાથે જો કંઈક ચટપટુ ખાવાનુ મળી જાય તો ભોજનનો સ્વાદ બમણો થઈ જાય છે. 
 
ગરમીના દિવસોમાં જમતી વખતે રાયતા, દહી, અથાણું મળી જાય તો ભોજન ખૂબ જ આરામથી થઈ જાય છે.  આજે વેબદુનિયા તમારી માટે લાવ્યુ છે કેરીની અથાણાની રેસીપી. 
 
સામગ્રી - 4 કિલો કેરીના કાપેલા અને સુકવેલા ટુકડા, 1 લીટર તેલ, 100 ગ્રામ હળદર પાવડર, 100 ગ્રામ લાલ મરચુ, 500 ગ્રામ રાઈ દાળ, 100 ગ્રામ વરિયાળી, 50 ગ્રામ મેથી દાણા. 5 ગ્રામ હિંગનો પાવડર. 
 
બનાવવાની રીત - રાઈ, મેથી, વરિયાળીને જુદી જુદી કરીને ધીમા તાપ પર સેકી લો. સેક્યા પછી ત્રણેયને વાટી લો. બધી સામગ્રીને તેલ નાખીને સારી રીતે મિક્સ કરી લો.  હવે આ મિશ્રણમાં કેરીના સુકવેલા ટુકડાને એક સાથે નાખીને સારી રીતે મિક્સ કરી લો. મિક્સ કર્યા પછી બરણીમાં ભરી લો. તમારુ સ્વાદિષ્ટ કેરીની અથાણું બનીને તૈયાર છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarati beauty tips - બ્લેકહેડ્સ રિમૂવ કરવા માટે હોમમેડ ટીપ્સ