Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

kashmiri dum aloo recipe- કશ્મીરી દમ આલૂ રેસીપી

kashmiri dum aloo
, શુક્રવાર, 6 સપ્ટેમ્બર 2024 (05:50 IST)
Kashmiri dum aloo- કાશ્મીરી દમ આલૂ રેસીપી કાશ્મીરની પ્રખ્યાત વાનગી છે અને તે ભારતમાં ખૂબ જ લોકપ્રિય વાનગી છે. તો ચાલો જાણીએ તેને કેવી રીતે બનાવવું...
સામગ્રી
 
1 કિલો નાના બટાકા
1 વાટકી સરસવનું તેલ
1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
1 ઇંચ તજ
2-3 લવિંગ
1 ચમચી હળદર પાવડર
1/4 ચમચી કાળા મરી પાવડર
1/2 ચમચી ગરમ મસાલો
2 ચમચી વરિયાળી પાવડર
1/2 ચમચી ખાંડ
સ્વાદ મુજબ મીઠું
1 ચમચી હળદર પાવડર
2 ચમચી તાજુ દહીં
1 ચમચી શેકેલું જીરું પાવડર
1 ચમચી ધાણા પાવડર
2 તમાલપત્ર 
2 આખા સૂકા લાલ મરચા
1 ચમચી તેલ/ઘી
1 ચપટી હિંગ
2 ચમચી કાજુની પેસ્ટ (જો તમે ઈચ્છો તો)
 
બનાવવાની રીત  
કાશ્મીરી દમ આલૂ બનાવવા માટે, બટાકાને ધોઈ, પ્રેશર કૂકરમાં બાફી લો અને પછી તેને છોલી લો.
હવે છોલેલા બટાકાને કાંટા વડે ચારેબાજુ  છિદ્ર કરી લો. પછી તેને ગરમ તેલમાં તળી લો.
બટાકાને ચારે બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને વારંવાર ફેરવીને ફ્રાય કરો.
પછી એક મોટા બાઉલમાં દહીં નાખો અને તેમાં વરિયાળી પાવડર, આદુ પાવડર, લવિંગ પાવડર, એલચી પાવડર, લાલ મરચું પાવડર, શેકેલું જીરું પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલો અને હળદર પાવડર નાખીને બરાબર મિક્સ કરો .
આ પછી એ જ પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં રજવાડી જીરું, લવિંગ, તજની લાકડી અને હિંગ નાખીને સુગંધ આવે ત્યાં સુધી શેકો.
જ્યારે મસાલો શેકાઈ જાય, ત્યારે એક બાઉલમાં કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1 ચમચી નાખો અને ફ્રાય કરો.
હવે તેમાં તળેલા બટેટા નાખીને બ રાબર મિક્ષ કરી લો. પછી તેમાં મીઠું, ગરમ મસાલો, કાજુની પેસ્ટ નાખીને મિક્સ કરો.
આ પછી, તેને થોડીવાર માટે ધીમી આંચ પર રહેવા દો. તૈયાર છે તમારું કાશ્મીરી દમ આલૂ.
હવે લીલા ધાણાથી ગાર્નિશ કરીને નાન કે ભાત સાથે માણો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ganesh Chaturthi 2024: બાપ્પાને અર્પણ કરો વિવિધ પ્રકારના મોદક, જાણો રેસિપી