Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દહીંવાળા ભીંડાનુ શાક દરેક કોઈ થઈ જશે દીવાનો જાણો રેસીપી

curd lady finger curry recipe
, ગુરુવાર, 9 મે 2024 (06:17 IST)
curd lady finger curry recipe - ઉનાડા આવતા જ દરેક કોઈ ભિંડાના શાક ખાવાની ખૂબ ખુશી હોય છે. જેના માટે લોકો વાર વાર તેને બનાવવાની માંગ કરે છે. આમ તો બધા શાક ખૂબ ખાધી હશે પણ આજે અમે તમને દહીંવાળા ભિંડા વિશે જણાવી રહ્યા છે જેને ખા જ દરેક કોઈ તમારા દીવાના થઈ જશે. જો તમે તેમાં થોડું ટ્વિસ્ટ લાવવા ઈચ્છો છ તો દહીંવાળા ભિંડાની રેસીપી ટ્રાઈ કરો આ બનાવવામાં ખૂબ સરળ છે અને ખાવામાં સ્વાદિષ્ટ પણ છે. 
 
સામગ્રી
ભિંડા  - 1/2 કિગ્રા
ડુંગળી બારીક સમારેલી - 1
આદુ-લસણની પેસ્ટ - 1 ચમચી
દહીં - 1 1/2 કપ
જીરું - 1 ચમચી
કસુરી મેથી - 1 ચમચી
 તમાલપત્ર - 1 એલચી - 2
લાલ મરચું પાવડર - 1 ચમચી
હળદર પાવડર - 1/4 ચમચી
જીરું પાવડર - 1/2 ચમચી
ગરમ મસાલો - 1/2 ચમચી
કોથમીર ઝીણી સમારેલી - 2 ચમચી
તેલ - જરૂરિયાત મુજબ
મીઠું - સ્વાદ મુજબ
 
બનાવવાની રીત  
- સૌથી પહેલા ભિંદાને ધોઈને કપાઅથી લૂંછીને સાફ કરી લો. તે પછી ભિંડાના મોટા મોટા ટુકડા કાપી લો. 
- હવે ડુંગલીને બારીક સમાતી લો અને કોથમીર પણ સમારી લો. હવે એક કડાહીમાં 2 મોટી ચમચી તેલ નાખીને મધ્યમ તાપ પર ગરમ કરો. 
- તે પછી તેલમા કાપેલા ભિંડા નાખો અને તેને રંગ બદલતા સુધી રાંધવુ. જ્યારે ભિંડા તળી જાય તો તેને એક પ્લેટમાં ઉતારીને જુદી રાખી દો. 
- હવે કડાહીમાં ફરીથી બે ચમચી તેલ નાખો અને જીરું, કસૂરી મેથી, તમાલત્ર અને એલચી નાખી સંતાળો. 
- જ્યારે મસાલાથી સુંગંધ આવવી શરૂ થઈ જાય તો તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને આદુ-લસણની પેસ્ટ ઉમેરીને હલાવીને સાંતળો.
ડુંગળીનો રંગ ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, જીરું પાવડર અને ગરમ મસાલો નાખીને પકાવો.
દરમિયાન, એક બાઉલમાં દહીં લો અને તેને સારી રીતે ફેટી લો.  જ્યારે મસાલાથી સુગંધ આવવા લાગે, ત્યારે તેમાં દહીં નાખીને ધીમી આંચ પર પકાવો.
મિશ્રણ તેલ છોડે ત્યાં સુધી દહીંને પકાવો. આ પછી, દહીંમાં તળેલા ભિંડા  અને મીઠું ઉમેરો.
હવે પેનને ઢાંકી દો અને દહીં ભીંડી ને વધુ 5 મિનિટ સુધી થવા દો. ભિંડા થઈ જાય પછી ગેસ બંધ કરી, કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.

Edited By- Monica Sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Child Story- હાથી અને તેમના મિત્રની વાર્તા