Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Cooking Tips - તહેવારોમાં રસોડામાં આ ટિપ્સ અપનાવીને તમે સ્માર્ટ વુમન બની જશો

Cooking Tips - તહેવારોમાં રસોડામાં આ ટિપ્સ અપનાવીને તમે સ્માર્ટ વુમન બની જશો
, બુધવાર, 31 ઑક્ટોબર 2018 (13:46 IST)
રસોઈ બનાવતી વખતે મસાલા અને સામગ્રીનુ યોગ્ય સંતુલન જેટલુ જરૂરી છે એટલુ જ મહત્વની છે બનાવવાની કલા. કુકિંગ દરમિયાન નાની-નાની ટ્રિક્સ રસોઈને લજીજ બનાવે છે. આ જ કારણ છે કે એક જ ડિશ અનેક રીતે બનાવી શકાય છે અને ટેસ્ટ પણ જુદો રહે છે. જાણો કુકિંગ સાથે જોડાયેલી આવી જ ટિપ્સ... 
 
- અરબીમાં વધાર લગાવતી વખતે હિંગ અને અજમો  જરૂર નાખો. કારણ કે અરબી ખૂબ જ ખૂબ ભારે હોય છે અને તેનાથી તેનો સ્વાદ વધી જશે એ અલગ. 
- પકોડા બનાવતી વખતે તેમા ગરમ તેલનુ મોણ નાખો. પકોડા ખૂબ જ સારા બને છે. જ્યારે કે સોડા નાખવાથી તેલ વધુ લાગે છે. 
- મેદા અને બેસનને કડક ગૂંથવો જોઈએ. કારણ કે પછી એ નરમ થઈ જાય છે. પાણી કે દૂધની પણ વધુ જરૂર નથી પડતી. જ્યારે કે રવાને નરમ ગૂંથવો જોઈએ. આ ફૂલી જાય છે. તો પાછળથી પાણી શોષી લે છે. 
- ઈડલી ઢોસાના મિશ્રણમાં દાળ અને ચોખા સાથે મેથીદાણા પણ પલાળીને વાટી લો. આવુ કરવાથી મિશ્રણ વાત રહીત થઈ જશે. 
- દહી વડા બનાવતી વખતે તેમા કાળામરીનો પાવડર સૂંઠ પાવડર અને જીરા પાવડર જરૂર નાખો. વડા સ્વાદિષ્ટ બનશે. 
- ક્રીમવાળા વ્યંજન બનાવતી વખતે મીઠુ સૌથી અંતમા નાખો અને ક્રીમને પહેલા. મીઠુ પહેલા નાખવાથી અને ક્રીમ નાખીને સતત ન હલાવવાથી ક્રીમ ફાટવાનો ભય રહે છે. 
- વરિયાળીને ભેજ લાગતી બચાવવા માટે તેને કઢાઈમાં સાધારણ સેકી લેવી જોઈએ. જેનાથી ભેજની વાસ નીકળી જશે અને વરિયાળી કુરકુરી થઈ જશે. 
 - મેથીને કાપીને તેમા મીઠુ લગાવીને મુકવાથી કડવાશ દૂર થઈ જાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ 10 વાતો જાણી દરેક દેશવાસીને થશે ગર્વ