રૂટીન શાકભાજીથી અનેકવાર બોરિયત થઈ જાય છે. આવામાં મોઢાનો સ્વાદ બદલવા માટે ભીંડી કઢીને બનાવી શકાય છે. જો તમે આ રેસીપી ક્યારેય અજમાવી નથી, તો અમારી જણાવેલી વિધિનીની મદદથી, તમે ભીંડી કઢી ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકો છો. ચાલો જાણીએ તેની રેસિપી.
ભીંડી કઢી બનાવવા માટે સામગ્રી
ભીંડી - 1/2 કિગ્રા
દહીં - 1 કપ
ચણાનો લોટ - 2 ચમચી
હળદર - 1/2 ચમચી
ધાણાજીરુ - 1 ચમચી
લાલ મરચું પાવડર - 1/4 ચમચી
તેલ - 2 ચમચી
ટેમ્પરિંગ માટે
જીરું - 1/4 ચમચી
આખા લાલ મરચા - 2
દેશી ઘી - 2 ચમચી
તજ - 1 ઇંચનો ટુકડો
ભીંડી કઢી બનાવવાની રીત - સ્વાદથી ભરપૂર પંજાબી સ્ટાઈલની ભીંડી કઢી બનાવવા માટે સૌ પહેલા એક મોટી તપેલીમાં દહી લો. ત્યારબાદ દહીમાં બેસન નાખીને સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણમાં હળદર, ધાણાજીરુ, લાલ મરચુ અને સ્વાદમુજબ મીઠુ નાખીને બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને ત્યા સુધી બ્લેંડ કરો જ્યા સુધી તેમા પડેલી ગાંઠ નીકળી ન જાય. ત્યારબાદ મિશ્રણમા 2-3 કપ પાણી નાખીને એકવાર ફરી બ્લેંડ કરો.
હવે એક કડાહીને ગેસ પર ગરમ કરવા માટે મુકી દો. તેમા દહી-બેસનનુ મિશ્રણ નાખીને પકવો. ધીમા તાપ પર કઢીને ઉકળવા દો. જ્યા સુધી કઢીમા ઉકળો ફુટે ત્યા સુધી ભીંડા સાફ કરીને કાપી લો. હવે એક અન્ય કડાહીમાં તેલ નાખીને ગરમ કરો. ગર મ તેલમાં સમારેલા ભીંડા અને થોડુ મીઠુ નાખીને સેકો. ભીંડા કુરકુરા થાય ત્યા સુધી પકવો. ત્યારબાદ બાઉલમાં કાઢીને જુદા મુકો.
.
હવે એક સૉસપેનમાં દેશી ઘી ગરમ કરો. ઘી પીગળ્યા પછી તેમા જીરુ, સુકા લાલ મરચા અને તજ નાખી દો. જીરુ તતડે ત્યા સુધી પકવો પછી ગેસ બંધ કરો. હવે ફ્રાઈ કરેલા ભીંડા અને વધાર કઢીમાં નાખી દો. ચમચીની મદદથી વધાર અને ભીંડાને સારી રીતે મિક્સ કરો. હવે કઢાઈ ઢાંકીને કઢીને 7-8 મિનિટ સુધી પકવી લો. ત્યારબાદ ગેસ બંધ કરી દો. પંજાબી સ્ટાઈલ ભીંડા કઢી સર્વ કરવા માટે તૈયાર છે.