પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાજ શરીફને ભ્રષ્ટાચાર મામલે 10 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આ સાથે જ તેમની પુત્રી મરિયમ નવાજને પણ 7 વર્ષની સજા થઈ છે.
આ પહેલા જ શુક્રવારે જ 7 દિવ્સ નિર્ણય ટાળવાની નવાજ અને મરિયમની અરજી એકાઉંટેબિલિટી કોર્ટે રદ્દ કરી દીધી હતી. લંડનમાં ગેરકાયદેસર રીતે મેળવેલ સંપત્તિ કેસમાં આ નિર્ણય આવ્યો છે. આ નિર્ણય પછી હવે મરિયમનુ રાજનીતિક ભવિષ્ય દાવ પર લાગી ગયુ છે. શરીફ પરિવાર તરફથી કુલસુમ નવાજની ખરાબ તબિયતનો હવાલો આપવામાં આવ્યો. એવુ કહેવાયુ કે આગામી 48 કલાક પરિવાર સાથે તેમનુ રહ્વુ જરૂરી છે