પનામા પેપર લીક મામલે દોષી સાબિત થયા પછી પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફને પોતાનુ પદ છોડવુ પડ્યુ. હવે સવાલ એ ઉઠી રહ્યો છેકે પાકિસ્તાનનો આગામી પ્રધાનમંત્રી કોણ હશે.
એવામાં અટકળો લગાવાય રહી છે કે નવાજના ભાઈ શહબાજ શરીફ પ્રધાનમંત્રીનુ પદ સાચવી શકે છે પણ સૂત્રો મુજબ પાકની આગામી પ્રધાનમંત્રી નવાઝ શરીફની પત્ની કુલસુમ નવાઝ બની શકે છે.
નવાઝ પોતાના કેબિનેટમાં કોઈ મંત્રીને સત્તા સોંપવા તૈયાર નથી. નવાઝના નિકટના સંબંધીઓને પણ કોર્ટે અયોગ્ય જાહેર કરી દીધા છે. લોકો મુજબ શહબાજને પ્રધાનનંત્રી પદ સોંપવુ નવાજ માટે ખતરો સાબિત થઈ શકે છે.
આ પરિસ્થિતિમાં કુલસુમ પાકની આગામી પ્રધાનમંત્રી બની શકે છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સુપ્રીમ મોર્ટના કોર્ટરૂમ સંખ્યા 1માં પાચ સભ્યોની ખંડપીઠે પાકના પ્રધાનમંત્રી નવાજ શરીફને દોષી કરાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે પનામા પેપર લીક મામલે સીધી રૂપે પીએમ શરીફ અને તેમના પુત્ર-પુત્રી જોડાયેલા છે. નવાજ શરીફને હવે પાકિસ્તાનનુ પ્રધાનમંત્રી પદ છોડવુ પડશે.