Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Japan Building Fire : ઓસાકા શહેરના મેંટલ હેલ્થ ક્લીનિકમાં આગ, 10 મહિલાઓ સહિત 27ના મોત

Japan Building Fire  : ઓસાકા શહેરના મેંટલ હેલ્થ ક્લીનિકમાં આગ, 10 મહિલાઓ સહિત 27ના મોત
, શુક્રવાર, 17 ડિસેમ્બર 2021 (15:09 IST)
જાપાનના ઓસાકા શહેરની એક બિલ્ડિંગમાં શુક્રવારે સવારે આગ લાગી ગઈ. જાપાનના મીડિયા મુજબ ઘટનામાં 27 લોકોના મોત થવાની આશંકા છે. તેમા 10 મહિલાઓનો સમાવેશ છે. જાપાનની સરકારે અત્યાર સુધી માર્યા ગયેલા લોકોની ચોખવટ કરી નથી. રિપોર્ટ્સ મુજબ મોટાભાગના લોકોના મોત દમ ઘૂંટવાથી થયો. તેમાથી મોટાભાગના એ લોકો હતા જે એક માનસિક રોગ ક્લીનિકમાં સારવાર માટે આવ્યા હતા. આગ લાગવાનુ કારણ હજુ સુધી સ્પષ્ટ જાણી શકાયુ નથી. 
 
ઝડપથી ફેલાઈ આગ 
 
'જાપાન ટાઈમ્સ'ના અહેવાલ મુજબ, ઓસાકાના કોમર્શિયલ બ્લોકમાં એક બહુમાળી ઈમારત છે. તેના ચોથા માળે એક માનસિક રોગ ક્લિનિક છે અને ઘણી વખત અહીં ઘણા લોકો હાજર રહે છે. શુક્રવારે સવારે પણ ઘણા દર્દીઓ અહીં આવ્યા હતા. અચાનક આગ લાગી હતી. ઈમરજન્સી સર્વિસ એલર્ટ બાદ 20થી વધુ ફાયર બ્રિગેડ અહીં પહોંચી ગઈ હતી. કલાકોની જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી, પરંતુ 27 લોકોને બચાવી શકાયા ન હતા. એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, મોટાભાગના લોકોના મોત ગૂંગળામણને કારણે થયા છે.
 
જ્યારે આગ લાગી ત્યારે કેટલાક લોકો મદદ માટે બૂમો પાડતા જોવા મળ્યા હતા. આગની જ્વાળાઓ પાંચમા અને છઠ્ઠા માળ સુધી પણ પહોંચી હતી, જોકે અહીં હાજર દરેકનો આબાદ બચાવ થયો હતો. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, જે બિલ્ડિંગમાં આગ લાગી તે ભાગ ખૂબ જ સાંકડો હતો. લોકો ત્યાં અટવાઈ ગયા અને તેના કારણે તેઓ ઝડપથી શ્વાસ રૂંધાઈ ગયા. 2019 માં, એક વ્યક્તિએ ક્યોટોમાં એક ફિલ્મ સ્ટુડિયોમાં આગ લગાવી. આ ઘટનામાં 36 લોકોના મોત થયા હતા. આ પહેલા 2001માં કાબુકિચો શહેરમાં એક રેસ્ટોરન્ટમાં ભયાનક આગ લાગી હતી. આ ઘટનામાં 44 લોકોના મોત થયા હતા.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Flashback 2021 - Google એ રજુ કર્યુ સર્ચ ઈયર ઓફ 2021 નું લિસ્ટ, જાણો ઈંટરનેટ પર ભારતના લોકોએ સૌથી વધુ શુ શોધ્યુ