Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એયર ઈંડિયાએ કાબુલની એકમાત્ર વિમાનયાત્રા રદ્દ કરી

એયર ઈંડિયાએ કાબુલની એકમાત્ર વિમાનયાત્રા રદ્દ કરી
, સોમવાર, 16 ઑગસ્ટ 2021 (16:51 IST)
એર ઈન્ડિયાએ પૂર્વ-નિર્ધારિત પોતાની એકમાત્ર દિલ્હી-કાબુલ હવાઈયાત્રા રદ્દ કરી દીધી છે જેથી અફઘાનિસ્તાનના હવાઈ ક્ષેત્રથી બચી શકાય  કાબુલ એરપોર્ટ સત્તાવાળાઓએ "અનિયંત્રિત" પરિસ્થિતિ જાહેર કર્યા બાદ એરલાઇને આ પગલું ભર્યું હતું. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સોમવારે આ એકમાત્ર વ્યાપારી ફ્લાઇટ હતી અને એર ઇન્ડિયા એ બંને દેશો વચ્ચે એકમાત્ર એરલાઇન ઓપરેટિંગ ફ્લાઇટ્સ છે. સોમવારે એરલાઇને અમેરિકાથી દિલ્હી આવી રહેલ પોતાના બે વિમાનોનો રસ્તો આ જ આ કારણોસર બદલીને સંયુક્ત અરબ અમીરાતથી શારજાહ કરી નાખ્યો. 

 
કાબુલના હમીદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર, અમેરિકન સૈનિકોને ચેતવણી આપવા માટે હવામાં ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. તાલિબાન કાબુલ પર કબ્જો કરી લેતા હતાશ નાગરિકો વહેલી તકે અહીથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક અધિકારીએ સમાચાર એજન્સીને આ માહિતી આપી. અધિકારીએ જણાવ્યું હતું કે ભીડ નિયંત્રણ બહાર થઈ ગઈ છે. અંધાધૂંધીને ડામવા માટે જ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં 17 અને 18 ઓગસ્ટે વરસાદની શક્યતા, નવુ લો પ્રેશર સર્જાતા ચોમાસુ બન્યુ સક્રિય