Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Afghanistan News - ચીને તાલિબાન સામે ફેલાવ્યો મૈત્રીનો હાથ, કહ્યુ મૈત્રીપૂર્ણ સંબંધ માટે તૈયાર

Afghanistan News - ચીને તાલિબાન સામે ફેલાવ્યો મૈત્રીનો હાથ, કહ્યુ મૈત્રીપૂર્ણ સંબંધ માટે તૈયાર
, સોમવાર, 16 ઑગસ્ટ 2021 (16:31 IST)
Afghanistan News: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાએ વિશ્વભરના શાંતિપ્રેમી લોકોના માથા પર ચિંતાના વાદળો ઘેરાય ગયા છે. આવી પરિસ્થિતિમાં ચીને પહેલા જ તાલિબાન સામે મૈત્રીનો હાથ લંબાવ્યો છે.   ચીને કહ્યું છે કે તે અફઘાનિસ્તાનના તાલિબાન સાથે મૈત્રીપૂર્ણ સંબંધો માટે તૈયાર છે. સમાચાર એજન્સી એએફપી અનુસાર ચીનનું કહેવું છે કે તે અફઘાનિસ્તાનના તાલિબાન સાથે 'મૈત્રીપૂર્ણ સંબંધો' બાંધવા માટે તૈયાર છે.
 
ચીનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તાલિબાન ટૂંક સમયમાં અફઘાનિસ્તાનમાં તખ્તો પલટવાની  જાહેરાત કરશે. રવિવારે તાલિબાનના એક અધિકારીએ કહ્યું કે વિદ્રોહી સંગઠન  ટૂંક સમયમાં કાબુલમાં રાષ્ટ્રપતિ ભવનમાંથી ઇસ્લામિક અમીરાત બનાવવાની જાહેરાત કરશે. 11 સપ્ટેમ્બર, 2001 ના આતંકવાદી હુમલા પછી, આતંકવાદી સંગઠને યુદ્ધગ્રસ્ત દેશને ઇસ્લામિક અમીરાત અફઘાનિસ્તાન નામ આપ્યું હતું, તે પહેલા જ અમેરિકાની આગેવાની હેઠળના દળોએ અફઘાનિસ્તાનમાંથી તાલિબાનને હટાવવા માટે હુમલા શરૂ કર્યા હતા
 
 
China says willing to develop 'friendly relations' with Afghanistan's Taliban: AFP News Agency
 
 
— ANI (@ANI) August 16, 2021
 
આ દરમિયાન સંકટ વચ્ચે ઘેરાયેલા અફગાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યુ કે તે કાબુલ છોડીને એટલા માટે જતા રહે જેથી ત્યા લોહીયાળ અને મોટી માનવીય ત્રાસદી ન થાય. તેમણે તાલિબાનને કહ્યુ કે તેઓ પોતાના ઈરાદા બતાવે અને દેશ પર તેમના કબજા પછી ભવિષ્યને લઈને અનિશ્ચિયની સ્થિતિમાં આવેલા લોકોને વિશ્વાસ અપાવે. તાલિબાન લડાકાઓએ રવિવારે અફગાનિસ્તાનની રાજઘાની કાબુલ પર કબજો કરી લીધો સરકાર ઘૂંટણિયે પડી ગઈ અને રાષ્ટ્રપતિ ગની દેશી અને વિદેશી નાગરિકો સાથે દેશ છોડીને ચાલ્યા ગયા. 
 
રવિવારે ગનીએ અફઘાનિસ્તાન છોડ્યા બાદ પ્રથમ વખત આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું  કે, "મારી પાસે બે રસ્તા હતા, પ્રથમ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા 'સશસ્ત્ર તાલિબાન' નો સામનો કરવો અથવા મારો પ્રિય દેશ છોડવો, જેને બચાવવા માટે મેં મારા જીવનના 20 વર્ષ સમર્પિત કર્યા છે."
 
રવિવારે એક ફેસબુક પોસ્ટમાં, ગનીએ લખ્યું, જો અસંખ્ય દેશવાસીઓ શહીદ થઈ જાય, જો તેઓ તબાહીનુ દ્રશ્ય જોતા અને કાબુલનો વિનાશ જોતા તો 60 લાખની વસ્તીવાળા આ શહેરમાં મોટી માનવીય ત્રાસદી થઈ શકતી હતી. તાલિબાનમા મને હટાવવા માટે આ બધુ કર્યુ છે અને સંપૂર્ણ કાબુલ અને કાબુલની જનતા પર હુમલો કરવા આવ્યા છે. લોહીલુહાણ થવાથી બચાવવા માટે મને બહાર નીકળવુ જ યોગ્ય લાગ્યુ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અફઘાનિસ્તાન : તાલિબાન કોણ છે અને કેવી રીતે મજબૂત બન્યું?