Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ 5 લોકોએ બિલકુલ ન ખાવુ જોઈએ પપૈયુ

Papaya
, શનિવાર, 5 ઑક્ટોબર 2024 (13:20 IST)
પપૈયુ આરોગ્ય માટે લાભકારી હોય છે. પણ બધાને ફાયદો કરાવે એ જરૂરી નથી. કેટલાક લોકોને પપૈયુ નુકશાન પણ કરી શકે છે.  આમ તો પપૈયામા એવા અનેક મિનરલ હોય છે જે આરોગ્ય સારુ રાખવામાં મદદ કરે છે. ફાઈબરથી ભરપૂર પપૈયુ પેટ લાંબા સુધી ભરેલુ રાખે છે.  તેનાથી વજન કંટ્રોલ કરવા અને ઘટાડવામાં મદદ મળે છે. ડાયાબિટીસ, હાર્ટ અને કેંસરના દર્દીઓ માટે પપૈયુ ખૂબ જ લાભકારી હોય છે. પણ એવી અનેક બીમારી છે જેમા પપૈયુ ખૂબ લાભકારી હોય છે.  પણ એવી અનેક બીમારી છે જેમા પપૈયાનુ સેવન કરવાની મનાઈ હોય છે.  આ લોકો માટે પપૈયુ ખાવાથી મુશ્કેલી ઉભી થઈ શકે છે. 
 
આ લોકોએ ભૂલથી પણ ખાવુ પપૈયુ 
કિડનીમાં પથરીથી પીડિત - જો તમારી કિડનીમાં પથરી છે તો તમારે પપૈયુ બિલકુલ ન ખાવુ જોઈએ. પપૈયામાં વિટામિન સી ખૂબ હોય છે.  જે એક રિચ એંટીઓક્સીડેંટ છે. વધુ પપૈયુ ખાવાથી કિડનીમાં પથરીની સમસ્યા વધી શકે છે.  પપૈયુ ખાવાથી કેલ્શિયમ ઑક્સલેટની કંડીશન ઉભી થઈ શકે છે.  જેનાથી કિડની સ્ટોનની સમસ્યા ઉભી થઈ શકે છે.  
 
હાઈપોગ્લાઈસીમિયાવાળા લોકો - ડાયાબિટીસથી પીડિત લોકોને પપૈયુ ફાયદો કરે છે. તેનાથી બ્લડ શુગરના લેવલને ઓછુ કરવામાં મદદ મળે છે. પણ જે લોકોનુ બ્લડ શુગર લેવલ પહેલાથી જ ઓછુ છે તેમને પપૈયુ ન ખાવુ જોઈએ.  એટલે જે લોકો હાઈપોગ્લાઈસીમિયાથી પરેશાન છે તેમને પપૈયુ ખાવાથી પરેજ કરવુ જોઈએ.  તેનાથે હાર્ટ બીટ ઝડપી કે શરીરમાં કંપનની સમસ્યા ઉભી થઈ શકે છે. 
 
હાર્ટબીટ ઓછી વધુ - પપૈયુ હાર્ટ માટે સારુ માનવામાં આવે છે. પણ જો તમને ઈરેગુલર હાર્ટબીટની સમસ્યા છે તો પપૈયુ ન ખાવુ જોઈએ.  એક રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે પપૈયામાં સાઈનોજેનિક ગ્લાઈકોસાઈડ હોય છે. જે એક રીતનુ અમીનો એસિડ છે. તેનાથી પાચન તંત્રમાં હાઈડ્રોજન સાયનાઈડનુ ઉત્પાદન કરે છે.  જો તમે ઈરેગુલર હાર્ટબીટની સમસ્યાથી પરેશાન છો તો પપૈયુ ખાવુ તમારે માટે ખતરનાક સાબિત થઈ શકે છે. 
 
પ્રેગનેંસીમાં -પ્રેગનેંટ મહિલાઓને પપૈયુ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. આવુ એટલા માટે કારણ કે પપૈયામા લેટકસ હોય છે જે ગર્ભાશયના સંકુચનને ટ્રિગર કરી શકે છે. તેને કારણે બાળક સમય પહેલા જન્મી શકે છે. પપૈયામાં પપૈન હોય છે. જેને શરીર પ્રોસ્ટાગ્લૈંડીન સમજવાની ભૂલ કરી શકે છે. જેનાથી આર્ટિફિશિયલી લેબર પેન ઈડ્યુસ થઈ શકે છે.  પપૈયુ ખાવાથી ભ્રૂણને સપોર્ટ કરનારી પટલ પણ નબળી પડી શકે છે.  
 
એલર્જીવાળા લોકો - પપૈયુ એ લોકોએ ન ખાવુ જોઈએ જે કોઈપણ પ્રકારની એલર્જીથી પીડિત છે. પપૈયાની અંદર એક એંજાઈમ હોય છે. જેને ચિટિનેજ કહે છે. આ એંજાઈમ લેટેક્સ પર ક્રોસ રિએક્શન કરી શકે છે. તેનાથી તમને છીંક આવવી, શ્વાસ લેવામાં તકલીફ, ખાંસી કે આંખો સાથે જોડાયેલ સમસ્યા થવાનો ખતરો રહે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Skin Care: નવરાત્રીથી દિવાળી સુધી ચમકશે તમારો ચેહરો, અપનાવો આ ટિપ્સ