Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ 5 વસ્તુઓ ઉનાળામાં શરીરમાં પાણીની કમી નહી થવા દે, જે લોકો ઓછું પાણી પીવે છે તે પોતાના ખોરાકમાં કરો શામેલ

આ 5 વસ્તુઓ ઉનાળામાં શરીરમાં પાણીની કમી નહી થવા દે, જે લોકો ઓછું પાણી પીવે છે તે પોતાના ખોરાકમાં કરો શામેલ
, શનિવાર, 20 માર્ચ 2021 (19:20 IST)
ડાયટિશિયન્સ દિવસમાં ઓછામાં ઓછા બે લિટર પાણી પીવાની ભલામણ કરે છે, પરંતુ દરેક વ્યક્તિ માટે દરરોજ બે લિટર પાણી પીવું શક્ય નથી. આ જ કારણ છે કે જો કોઈને તરસ વધુ લાગે છે તો કોઈ ઓછું લાગે છે. આવી સ્થિતિમાં દેખીતુ છે કે ઓછી તરસ લાગતા લોકો  પાણી પણ ઓછું પીતા હશે .આવી સ્થિતિમાં તમારે તમારા આહારમાં કેટલીક એવી વસ્તુઓ લેવી જોઈએ જેથી શરીરમાં પાણીની કમીની પૂર્તિ થઈ શકે.  આવે. ચાલો, જાણીએ કેટલાક આવા જ આહાર-
 
દહી 
ડિહાઇડ્રેશનની સમસ્યાથી દૂર રહેવા માટે દહીં શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. તેમાં 85 ટકા પાણીની માત્રા હોય છે અને તેમાં શરીર માટે જરૂરી પ્રોબાયોટિક્સનો પૂરતો જથ્થો હોય છે, તે શરીરને ગરમીની એલર્જીથી બચાવવામાં પણ મદદ કરે છે. તે પ્રોટીન, વિટામિન બી અને કેલ્શિયમનુ સારુ સ્રોત છે.
 
બ્રોકલી - 
બ્રોકોલીમાં 89 ટકા જેટલું પાણી હોય છે અને તે પોષણથી સમૃદ્ધ છે. તેની પ્રકૃતિ એંટ્રીઈંફ્લેમેટરી હોય છે, જેના કારણે તે ગરમીમાં થનારી એલર્જી સામે રક્ષણ આપે છે. તમે તેને ફક્ત સલાડમાં કાચી ખાઈ શકો છો અને તમે ચાહો તો ટોસ્ટ પર રોસ્ટ કરીને તેનો પૂરો ફાયદો પણ લઈ શકો છો. મોટા ભાગના લોકો તેની શાકભાજી પણ બનાવે છે.
 
સફરજન 
એક કહેવત છે કે ડોક્ટરથી તમારાથી દૂર રાખવા માટે રોજ એક સફરજન ખાવ. અનેક રીતે લાભકારી સફરજનમાં 86 ટકા પાણી હોય છે. તે ફાઈબર, વિટામિન સી વગેરેનો સારો સ્રોત છે.
 
સલાદ 
સલાદના પાનમાં 95 ટકા પાણીનો સમાવેશ થાય છે. તેનો ઉપયોગ સેન્ડવીચમાં થાય છે. પ્રોટીન અને ઓમેગા 3 થી ભરપૂર સલાદમાં ચરબી હોતી નથી અને કેલરી પણ ખૂબ ઓછી હોય છે.
 
ભાત
ઉનાળામાં રાંધેલા ભાત પણ તમારા માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં 70 ટકા પાણીનું પ્રમાણ છે. તેમાં આયર્ન, કાર્બોહાઈડ્રેટ વગેરે પણ પૂરતા પ્રમાણમાં હોય છે. તમારે દિવસમાં એક વાડકી ભાત જરૂર ખાવો જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાદુ દૂધ નહી દૂધમાં આ વસ્તુ નાખી પીવાથી થશે ચમત્કારિક ફાયદા