Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પીસીઓએસ તમારી પ્રજનનક્ષમતા પર કેવી રીતે અસર કરે છે

PCOS
webdunia

ડૉ હૃષીકેશ પાઈ

, ગુરુવાર, 12 મે 2022 (15:32 IST)
અનેક યુવાન સ્ત્રીઓ પીસઓએસથી પીડાતી હોય છે. આ પરિસ્થિતિ તેમની જીવનશૈલી અને આનુવાંશિકતાને કારણે ઉદભવે છે.
 
શું પીસીઓએસ માતા બનવાના તમારા સપના પર પણ અસર પાડે છે? એવું હોય તો, સૌથી પહેલા પીસીઓએસ પરિસ્થિતિ શું છે તે સમજાવીએ અને તેની સાથે પણ ગર્ભાવસ્થા કઈ રીતે પ્રાપ્ત કરી શકાય એ વિશે પણ સમજી લઈએ.
 
પીસીઓએસ શું છે?
પૉલીસીસ્ટિક ઑવરી સીન્ડ્રૉમ (પીસીઓએસ) પુનરુત્પાદનની વયમાં હોય એવી સ્ત્રીઓમાં જોવા મળતી અંતઃસ્રાવી પરિસ્થિતિ છે. તે 5-10% જેટલી યુવાન મહિલાઓને અસર કરે છે અને ગર્ભાધાનમાં મુશ્કેલી ઊભી કરે છે.
 
પીસીઓએસ સાથે, તમે અનિયમિત માસિક સ્રાવ, અસાધારણ વાળ વૃદ્ધિ, ખીલનો અનુભવ કરી શકો છો, અને અંડાશયમાં એકથી વધુ નાના ફોલ્લાઓ પણ હોય છે. પણ તમારા મનમાં ઉદભવતો ખરો સવાલ એ હોઈ શકે છે કે, પણ પીસીઓએસ શા માટે થાય છે?
 
પીસીઓએસ શેના કારણે થાય છે?
પીસીઓએસ  શા માટે થાય છે એ અજ્ઞાત બાબત છે, પણ એવું માનવામાં આવે છે કે, આનુવાંશિક અને જીવનશૈલી સંબંધી પરિબળોના સંયોજનને કારણે તે થાય છે.
 
એક અભ્યાસ દેખાડે છે કે, પીસીઓએસ ધરાવતી મહિલાઓમાં ઈન્સ્યુલિન પ્રત્યે પ્રતિકાર હોય છે. તેમના લોહીમાં ઈન્સ્યુલિનનું વધુ પડતું પ્રમાણ તેમના અંડાશયોને વધુ પડતા ટેસ્ટોસ્ટેરોનનો સ્રાવ તરફ દોરે છે. આ વધુ પડતું ટેસ્ટોસ્ટેરોન અનિયમિત માસિક ચક્ર અને વણજોઈતા વાળની વૃદ્ધિમાં પરિણમે છે.
કેટલીક સ્ત્રીઓમાં શરીરમાં અન્ય હૉર્મોન્સનું સંતુલન બગડવાને કારણે પીસીઓએસ ઉદભવે છે.
 
 પીસીઓએસનાં કારણો અજ્ઞાત હોવા છતાં, તેના કેટલાક વિશિષ્ટ લક્ષણો હોય છે. 
 
પીસીઓએસના લક્ષણો કયા છે?
પીસીઓએસમાં એન્ડ્રોજેન્સ (પુરુષ હૉર્મોન્સ)નો વધુ પડતો સ્રાવ આડઅસર તરફ દોરી જઈ શકે છે. તમને પીસીઓએસ હોય તો તમારામાં વજનમાં વધારો, વાળની વૃદ્ધિ, અને ખીલ ઉપરાંત અનિયમિત માસિક ચક્ર જેવાં લક્ષણો જોવા મળી શકે છે.
 
હવે તમે પીસીઓએસનાં કારણો અને લક્ષણો વિશે સ્પષ્ટ છો, તો આવો હવે એ ચર્ચા કરીએ કે પીસીઓએસ તમારી પ્રજનન ક્ષમતા પર કેવી રીતે અસર પાડે છે?
 
 પીસીઓએસ અને વંધ્યત્વ
પીસીઓએસ તમારી પ્રજનન ક્ષમતા પર નકારાત્મક અસર કરે છે. તમને પીસીઓએસ હોય તો તમારી અંડાશયમાંથી રજઃપિંડ બનતો નથી. વળી, તમારા અંડાશયમાં એસ્ટ્રોજેનના વધુ પડતા ઉત્પાદનને કારણે  તમે દર મહિને ઈંડું આપતાં નથી. નિયમિતપણે રજઃપિંડ બનતો ન હોવાથીઃ
 
માસિક સ્રાવ અનિયમિત થાય છે
ટેસ્ટોસ્ટેરોન જેવા હૉર્મોન્સનાં સ્તરમાં વધારો થાય છે, જેનાં કારણે ઈંડાંની ગુણવત્તા પર અસર પડે છે
ઈન્સ્યુલિન પ્રતિકાર ઉદભવે છે.
સગર્ભાવસ્થા દરમિયાનના ડાયાબિટિસ જેવા વિકારના જોખમમાં વધારો થાય છે.
 
પીસીઓએસ જો તમારી પ્રજનનક્ષમતા પર નકારાત્મક અસર કરતું હોય તો, શું એનો અર્થ એ થાય છે કે તમે ગર્ભાવસ્થા ધારણ નહીં કરી શકો?
પીસીઓએસ  સાથે શું તમે ગર્ભવસ્થા પ્રાપ્ત કરી શકો છો?
તમને પીસીઓએસ હોય તો ગર્ભાવસ્થા પ્રાપ્ત કરવાનું અશક્ય નથી, પણ તમારે તેના માટે ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ પાસેથી સારવાર લેવાની જરૂર પડી શકે છે.
 
પીસીઓએસ અને ફર્ટિલિટી સારવાર
પીસીઓએસનો કોઈ ઈલાજ નથી, પણ તમે તેનું વ્યવસ્થાપન કરી શકો છો.
દાખલા તરીકે, વજનમાં ઘટાડો કરવાથી તમારા લક્ષણોમાં પણ ઘટાડો થઈ શકે છે અને પીસીઓએસમાં સુધારો થઈ શકે છે. એટલું જ નહીં, સંતતિ નિયમન અને એન્ટિ-એન્ડ્રોજેન ગોળીઓ લેવાથી પીસીઓએસના લક્ષણોમાં પણ મદદ મળે છે.
તમે જો ગર્ભાવસ્થા ધારણ કરવાનો પ્રયાસ કરી રહ્યા હો, તો પીસીઓએસની સારવારમાં પહેલું પગલું છે જીવનશૈલીમાં ફેરફાર કરી તેમાં સ્વસ્થ આહાર અને કસરતનો સમાવેશ કરો. પીસીઓએસમાં સૌથી સફળ ડાયેટ એટલે કાર્બોહાઈડ્રેટ્સમાં ઘટાડો કરવાનું અને ગ્લાયસેમિયાનો બોજ ઘટાડવાનો પ્રયાસ કરવો.
તમે માફરસરનો વ્યાયામ કરી શકો છો, અઠવાડિયે ત્રણ વાર ઓછામાં ઓછા 30 મિનિટ. નિયમિત વ્યાયામને તમારો અંતિમ ધ્યેય બનાવવાનો પ્રયાસ કરો.
જીવનશૈલીમાં ફેરફાર કરવા છતાં રજઃપિંડ બનાવામાં અનિયમિતતા જોવાય તો, તમને ફર્ટિલિટીની દવાઓની જરૂર પડી શકે છે. આ દવાઓ પસંદગીના એસ્ટ્રોજેન રિસેપ્ટર મૉડ્યુલેટર હોય છે.
 
આ દવાઓ પણ રજઃપિંડ બનવામાં અથવા ગર્ભાવસ્થામાં મદદ ન કરે તો, ઈંડું નીકળે એ માટે તમારે ફર્ટિલિટી ઈન્જેક્શન લેવાની જરૂર પડી શકે છે. આ ઈન્જેક્શનમાં એ જ હૉર્મોન હોય છે, જેને તમારૂં મગજ સિગ્નલ તરીકે અંડાશયને ઈંડાંનું નિર્માણ કરવા માટે મોકલે છે.
તમારા ફર્ટિલિટી ડૉક્ટર ટ્રાન્સવેજિનલ અલ્ટ્રાસાઉન્ડ અને લોહીની તપાસણી દ્વારા ઝીણવટપૂર્વક તમારૂં નિરીક્ષણ કરશે. આ બાબત તમારા ડૉક્ટરને એસ્ટ્રાડિયોલ સ્તર (અંડાશયમાં નિર્માણ થતું હૉર્મોન)ની નોંધ રાખવામાં મદદ કરે છે. ફર્ટિલિટી ઈન્જેક્શનની નકારાત્મક અસર એ છે, તેનાથી એકથી વધુ શિશુઓ જન્મવાનું જોખમ વધી જાય છે.
 
ઉપર જણાવેલી કોઈપણ સારવાર કામ ન કરે તો, તમને સ્વસ્થ ગર્ભાવસ્થા માટે ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન (આઈવીએફ)ની જરૂર પડી શકે છે.
 
પીસીઓએસ માટે આઈવીએફ સારવાર
આઈવીએફ સારવાર માટે, તમને દરરોજ ફર્ટિલિટી ઈન્જેક્શન આપવામાં આવશે, જેથી અંડાશય એકથી વધુ ઈંડાં બનાવે.
તમારા ડૉક્ટર એક નાનકડી પ્રક્રિયા દ્વારા આ ઈંડાની લણણી કરશે. લણણી બાદ, ઈંડાનું ફલીકરણ પ્રયોગશાળામાં થાય છે. ત્યાર પછી, તમારા આઈવીએફ સ્પેશિયાલિસ્ટ પરિણામ સ્વરૂપ ગર્ભ (ફલિત થયેલાં ઈંડાં)ને તમારા ગર્ભાશયમાં મૂકશે. તમે તમારા ગર્ભને (ક્રાયોપ્રીઝર્વ્ડ) ભવિષ્યમાં ઉપયોગ કરવા માટે ફ્રીઝ કરી શકો છો.  
 
તમારા આનુવાંશિક પરિબળોને કારણે તમને પીસીઓએસ થવાની શક્યતા ખરી કે કેમ એ તમારે જાણવું હોય તો શું કરવું જોઈએ? તમે એ શોધી શકો છો અને શક્ય હોય એટલી ઝડપથી સારવાર શરૂ કરી શકો છો.
 
તમને પીસીઓએસ થવાની શક્યતા ખરી કે કેમ એ કેવી રીતે શોધી કાઢવું
તમારા ડૉક્ટર નક્કી કરી શકે છે કે, તમને પીસીઓએસ  થવાની શક્યતા ખરી કે નહીં. આની શરૂઆત તેઓ તમારી મેડિકલ હિસ્ટ્રી વિશે પૂછવાથી અને શારીરિક તપાસ દ્વારા કરી શકે છે.
 
વધુમાં, લોહીમાં હૉર્મોનનું સ્તર જાણવા માટે તેઓ લોહીની તપાસણીનો ઉપયોગ કરી શકે છે. વળી, તમારા અંડાશયમાં ફોલ્લાઓ છે કે નહીં એ જાણવા માટે સ્કૅન કરાવવાની ભલામણ પણ તેઓ કરી શકે છે.
 
તમે પીસીઓએસથી પીડાતા હો તો, ચિંતા ન કરતા. પીસીઓએસ એવી પરિસ્થિતિ છે જેનું વ્યવસ્થાપન કરી શકાય છે, અને મોટા ભાગની મહિલાઓ સ્વસ્થ ગર્ભાવસ્થા પ્રાપ્ત કરી શકે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Exam fever- પરીક્ષા પહેલા અને પરીક્ષા દરમિયાન શું કરવું