બાળપણની યાદોને તાજી કરવા માટે વરસાદ સૌથી બેસ્ટ છે. શાળામાં રજા પાડવાનુ બહાનુ અને શાળામાંથી પરત ફરતા વરસાદમા% નહાવુ બંને ચોમાસામાં થવુ શક્ય હતુ. વરસાદ સાથે જોડાયેલી દરેકની કોઈને કોઈ યાદ જરૂર હશે. પણ આ યાદથી ઉપર શુ આપ જાણો છો કે વરસાદમાં ન્હાવાથી અનેક ફાયદા પણ મળી શકે છે. તો આવો અહી જાણો વરસાદમાં ન્હાવાથી થતા અમેજીંગ ફાયદા.
વરસાદમાં ન્હાવાથી થતા ફાયદા (benefits of rain bath)
1) મળે છે વિટામિન B12
એક રિપોર્ટ મુજબ વરસાદનું પાણી ખૂબ જ હળવું છે. તેના pH લેબલમાં આલ્કલાઇન હોય છે. જે તમારા માઈંડને તરત જ રિફ્રેશ કરે છે. વરસાદના પાણીમાં સૂક્ષ્મજીવો હોય છે જે તમારા શરીરને વિટામિન B12 ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. 10-15 મિનિટ વરસાદમાં નહાવાથી જ ફાયદો મળશે.
2) હોર્મોનલ સંતુલન
તમારા શરીરના હોર્મોન્સને સંતુલિત કરવા માટે સ્નાન કરવું એ એક સરસ રીત છે. આ સાથે તમારા કાનની સમસ્યા પણ આનાથી દૂર થઈ શકે છે. તે કાનના ચેપની સારવાર કરે છે અને તમારા કાનના દુખાવાથી રાહત આપે છે.
3) સ્ટ્રેસ કરે દૂર
વરસાદમાં નહાવાથી શરીરમાંથી એન્ડોર્ફિન્સ અને સેરોટોનિન જેવા હેપી હોર્મોન્સ બહાર આવે છે. તેઓ તમારી ચિંતા અને તણાવને દૂર કરીને તમારા મૂડને ખુશ કરવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં મોસમી વરસાદમાં સ્નાન કરો.
4) વાળ માટે લાભકારી
વરસાદનું પાણી તમારા વાળને કુદરતી રીતે સાફ કરવામાં મદદ કરે છે. તેમાં હાજર આલ્કલાઇન તમારા વાળના મૂળમાંથી ગંદકી અનેડ ર્ટ ને સાફ કરી શકે છે. વરસાદમાં દરરોજ નહાવાથી તમારા વાળ સુંદર દેખાય છે.
આ બાબતોનું પણ ધ્યાન રાખો
- વરસાદમાં વધુ સમય વિતાવવો તમને બીમાર પણ કરી શકે છે, તેથી વરસાદમાં થોડું નહાવું.
- વરસાદમાં પલળ્યાપછી ગરમ પાણીથી સ્નાન કરો.
- વરસાદમાં સ્નાન કર્યા પછી તમારા વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો. લીમડાનો શેમ્પૂ પણ સારો સાબિત થઈ શકે છે.