Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

High Blood Pressure: જો અચાનક વધી જાય બ્લડ પ્રેશર તો શું કરવું? જાણો ડૉક્ટરનો જવાબ

blood pressure
શનિવાર, 23 જુલાઈ 2022 (00:54 IST)
High Blood Pressure: હાયપરટેન્શન, જેને હાઈ બીપી અથવા હાઈ બ્લડ પ્રેશર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એવી સ્થિતિ છે જે નસ પર વધેલા દબાણ દ્વારા દર્શાવવામાં આવે છે. નસોમાં વહેતું લોહી હૃદયમાંથી તમામ ભાગોમાં લઈ જવામા આવે છે અને જ્યારે પણ હૃદય ધબકે છે ત્યારે તે નસોને પમ્પ કરે છે. જ્યારે આ નસોની દિવાલોમાં ચરબી જમા થાય છે, ત્યારે બ્લડ પ્રેશર વધે છે. આવી સ્થિતિમાં, હૃદય, મગજ, કિડની માટે જોખમ ઉભુ થઈ શકે છે. આપ કદાચ જાણતાનહીં હોય, પરંતુ WHOના રિપોર્ટ અનુસાર, હાઈ બીપી પણ વિશ્વમાં અકાળ મૃત્યુનું એક કારણ છે. ભારતમાં દર 4 માંથી 1 પુરુષ અને દર 5 માંથી 1 સ્ત્રી હાઈ બીપીના દર્દી છે.
 
 
જો બીપી અચાનક વધી જાય તો શું કરવું?
ઘણા લોકોને અચાનક હાઈ બ્લડ પ્રેશર થઈ જાય છે, તે સમયે તેમને સમજાતું નથી કે શું કરવું?  ડૉક્ટરનુ કહેવુ છે કે અચાનક BP વધવું એ સારી નિશાની નથી. જો આવું તમારી સાથે અથવા તમારા સંબંધીઓમાંથી કોઈની સાથે થાય તો  આ બાબતોનું ધ્યાન રાખો.
 
તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જાઓ
કિડની ફેલ્યોર કે હાર્ટ ફેલ્યોર પણ થઈ શકે છે.બીપી અચાનક કેમ વધી ગયું છે તે માત્ર ડૉક્ટર જ કહી શકશે. જો તમે પહેલાથી બીપીની દવા લેતા હોય તો BP કેમ વધ્યું, ડૉક્ટર આ બધી બાબતોની તપાસ કરશે.
 
બીપીની દવા ખાઈ લો
જો તમને કંઈ સમજાતું નથી, તો સૌથી પહેલા તમારા હાઈ બીપીને કંટ્રોલ કરવા માટે તમે જે દવા લો છો તે તરત જ ખાઈ લો, તેનાથી તમને તરત જ રાહત મળશે, પરંતુ તે પછી પણ ડૉક્ટરની સલાહ ચોક્કસ લો.
 
બીપીને તરત લો ન કરવુ 
 ડોકટરના કહેવા પ્રમાણે જો તમારું બ્લડ પ્રેશર અચાનક વધી ગયું હોય તો ડૉક્ટરો પણ ધ્યાન રાખે છે કે તે અચાનક બીપી લો ન થઈ જાય નહીં તો બીજી બધી પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે.
 
હાઈ બીપી કંટ્રોલ કરવાની રીત 
અઠવાડિયામાં ઓછામાં ઓછી 5 દિવસ એક્સરસાઈઝ કરો 
ખૂબ ભારે વજન સાથે વર્કઆઉટ ન કરો
ફાઇબર યુક્ત ખોરાક ખાઓ
વધુ મીઠું ટાળો
હેલ્ધી ઓઈલ ખાવ 
તળેલુ ખાવાથી બચો 

પરફેક્ટ જીવનસાથી શોધી રહ્યા છો? ગુજરાતી મેટ્રિમોનીમાં - મફત નોંધણી કરો
Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Banana Tea- કેળાની ચા ટેસ્ટી અને હેલ્દી પણ