Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

How to Regulate Periods: ગોળથી લઈને કોફી સુધી - અનિયમિત પીરિયડસની સમસ્યા દૂર કરશે આ ઘરેલુ ઉપાયો

How to Regulate Periods: ગોળથી લઈને કોફી સુધી - અનિયમિત પીરિયડસની સમસ્યા દૂર કરશે આ ઘરેલુ ઉપાયો
, ગુરુવાર, 2 જૂન 2022 (17:17 IST)
How to Regulate Periods: આજકાલ પીરિયડસ સમય પર ન આવવો એક સામાન્ય સમસ્યા છે. આ સમસ્યા હાર્મોનની ગડબડી, તનાવ,  જાડાપણુ થાઈરોડ જેવી સમસ્યાઓથી પણ ઉભી થાય છે. અનિયમિત પીરિયડ્સના કારણે મહિલાઓને ગર્ભાશયની સમસ્યા, ભૂખ ન લાગવી, સ્તન, હાથ-પગમાં બળતરા, કમરનો દુખાવો, થાક, ઉબકા, ઉલ્ટી અને કબજિયાત જેવી સમસ્યાઓનો સામનો કરવો  પડે છે. જો તમે પણ આવી સમસ્યાઓથી પરેશાન છો તો આજે અમે તમને અનિયમિત પીરિયડ્સની સમસ્યાને દૂર કરવા માટેનો એક ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ અનિયમિત પીરિયડ્સની સમસ્યાને દૂર કરવાના ઘરેલુ ઉપાય.
 
 અનિયમિત પીરિયડ્સની સમસ્યાને દૂર કરવાના ઉપાય 
 
1. ગોળનું સેવન કરો - ગોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે અનિયમિત પીરિયડ્સની સમસ્યાથી પરેશાન છો, તો તમારે ગોળનું સેવન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, તેમાં ઘણા એવા પોષક તત્વો જોવા મળે છે, જે પીરિયડ્સને નિયમિત કરવામાં મદદ કરે છે.
 
2. વિટામિન સીવાળા ફળોનુ કરો સેવન - અનાનસ, કેરી, સંતરા, લીંબુ અથવા કીવીનું સેવન કરો જેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે, તો તમારું પીરિયડ્સ નિયમિત થઈ શકે છે.
 
3. આદુનું સેવન કરો  -  કાચા આદુનું નિયમિત સેવન કરવાથી પીરિયડ્સ નિયમિત બને છે. જો તમે મધ સાથે આદુનું સેવન કરો છો, તો તમારા હોર્મોન્સ સંતુલિત રહી શકે છે.
 
4. હળદરનું સેવન કરો - હળદરમાં અનેક પ્રકારના ઔષધીય ગુણો જોવા મળે છે. જો તમે મધ અને હળદર ભેળવીને ગરમ દૂધ પીઓ છો, તો તમારો માસિક સ્રાવ નિયમિત થઈ શકે છે.
 
5. પીરિયડ્સ આવતા પહેલા કોફી પીવો -  કોફીમાં કેફીન ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે એસ્ટ્રોજનને ઉત્તેજિત કરીને રક્ત પ્રવાહમાં વધારો કરે છે. જો તમને નિયમિત માસિક ન આવે તો કોફીનું સેવન શરૂ કરો. જો કે, કોફી પીરિયડ્સના કારણે થતા દુખાવાને દૂર કરવામાં પણ મદદ કરે છે.
 
6. બીટનુ કરો સેવન  - પીરિયડ્સ દરમિયાન ઘણીવાર શરીર ફૂલી જાય છે. ક્યારેક પેટમાં દુખાવો થવાને કારણે પેટમાં દુખાવાની સમસ્યા પણ ઉભી થાય છે. જો તમે આવા સમયે બીટરૂટનું સેવન કરો છો, તો તેમાં રહેલ કેલ્શિયમ, ફોલિક એસિડ અને આયર્ન આ સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે.
 
7. અજમાના બીજનું સેવન કરો - જો તમે એક ગ્લાસ પાણીમાં 1 ચમચી અજમાના બીજ અને 1 ચમચી ગોળને  ઉકાળીને સવારે ખાલી પેટ પી લો તો તમારા  પીરિયડ્સ રેગ્યુલર થઈ શકે છે અને ઢીંચણ કે પેટના દુખાવાની સમસ્યા પણ દૂર થઈ શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

How to Make Roti - રોટલી કેવી રીતે બનાવવી જાણો સહેલી રીત