suvichar

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હેલ્થ ટિપ્સ - નાસ્તો કરતી વખતે ન કરશો આ ભૂલ

હેલ્થ ટિપ્સ
રાત્રે સૂઈ ગયા પછી જ્યારે પણ લોકો સવારે ઉઠે છે તો તે નાસ્તો કરે છે. સવારે હેલ્ધી નાસ્તો કરવાના અનેક ફાયદા હોય છે. પણ સવારે નાસ્તો કરતા પહેલા એ વાતનુ જરૂર ધ્યાન આપવુ જોઈએ કે જે તમે નાસ્તો કરી રહ્યા છો તે હેલ્દી જ હોય.  અનેક લોકો સવારે નાસ્તામાં કંઈક એવી વસ્તુઓનો ઉપયોગ કરે છે જે તેમના આરોગ્ય માટે સારુ નથી હોતુ. અહી અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે બતાવી રહ્યા છીએ જેનો ઉપયોગ નાસ્તામાં ન કરવો જોઈએ. 
 
ચા કે કોફીમાં ન ભેળવો આ વસ્તુઓ - અનેક લોકો ચા કે કોફીમાં ફૈટી ક્રીમ મિક્સ કરી લે છે. તેનાથી ચા કે કોફી ખૂબ સ્વાદિષ્ટ થઈ જાય છે. પણ લોકોએ ધ્યાન રાખવુ જોઈએ કે ફૈટી ક્રીમને ન મિક્સ કરો. તેનાથી વજન વધવાનો ખતરો બન્યો રહે છે. 
 
જમવામાં ન મિક્સ કરો વધુ મીઠુ - આમ તો મીઠાનો ઉપયોગ ખાવામાં એટલો જ કરવો જોઈએ જેટલો જરૂરી છે. વધુ મીઠાનો ઉપયોગ તમારા આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.  આ જ રીતે જયારે પણ નાસ્તો બનાવડૅઅવો તો ધ્યાન રાખો કે તેમા મીઠાનુ પ્રમાણ વધુ ન હોય. 
 
સવારે ન ખાશો પિજ્જા અને કેક  - સવાર સવારે એવી વસ્તુઓનો નાસ્તો કરવો જોઈએ જે તમને આખો દિવસ એક્ટિવ બનાવી રાખે. અનેક લોકો સવારે ઉઠતા જ પિજ્જા કે કેકનુ સેવન કરવા માંડે છે. નાસ્તામાં આ બધી વસ્તુઓ ખાવાથી લોકોએ હંમેશા બચવુ જોઈએ. 
 
નાસ્તો કરતી વખતે આ કામ ન કરશો - જ્યારે પણ નાસ્તો કરો તો યાદ રાખો કે તમારુ ધ્યાન ફક્ત નાસ્તામાં જ રહે. નાસ્તા સાથે ટીવી કે ફિલ્મો ન જ ઓવી જોઈએ.  તેનાથી તમારુ ધ્યાન નાસ્તા પર નહી રહે.  આવામાં તમે સારી રીતે નાસ્તો નહી કરી શકો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સૂતા પહેલા ખાવ 2 લવિંગ, પછી જુઓ ચમત્કાર