Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ રસ તમારી દરેક બીમારી માટે સંજીવની બુટી છે

આ રસ તમારી દરેક બીમારી માટે સંજીવની બુટી છે
, બુધવાર, 21 ઑગસ્ટ 2019 (11:21 IST)
આરોગ્ય સાથે સંબંધિત દરેક નાની મોટી સમસ્યા સામે લડવા માટે પ્રકૃતિએ આપણને અનેક વસ્તુઓ આપી છે. જેની આરોગ્ય પર સકારાત્મક અસર પડે છે. પ્રકૃતિએ આપેલી ભેટમાંથી એક છે ઘઉંના  જવારા જેનો ઉપયોગ ઔષધિના રૂપમાં કરવામાં આવે છે. 
 
આરોગ્યના ફાયદા 
 
ઘઉંના  જવારામાં શુદ્ધ રક્ત બનાવવાની શક્તિ હોય છે. ત્યારે જ તો આ જ્વારાના રસને ગ્રીન બ્લડ કહેવામાં આવે છે. આને ગ્રીન બ્લડ કહેવાનુ એક કારણ એ પણ છે કે ઘઉંના  જવારાનો રસ અને માનવ રૂધિર બંનેનુ પી.એચ ફેક્ટર 7.4 જ છે. જેને કારણે તેનુ સેવન કરવાથી તેનુ રક્તમાં જલ્દી અભિશોષણ થઈ જાય છે.  
 
webdunia
Wheat Grass
ઘઉંના  જવારાનુ સૌથી મહત્વપુર્ણ તત્વ છે ક્લોરોફિલ. આ ક્લોરોપ્લાસ્ટ નામના વિશેષ પ્રકારના કોષોમાં હોય છે. ક્લોરોપ્લાસ્ટ સૂર્ય કિરણોની મદદથી પોષક તત્વોનુ નિર્માણ કરે છે. એ જ કારણ છે કે ડોક્ટર વર્શર ક્લોરોફિલને સકેન્દ્રિત સૂર્ય શક્તિ કહે છે. આમ તો લીલા રંગની બધી વનસ્પતિયોમાં ક્લોરોફિલ હોય છે. પણ ઘઉંના જ્વારાનુ ક્લોરોફિલ ખૂબ જ શ્રેષ્ઠ હોય છે. ક્લોરોફિલ ઉપરાંત તેમા ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને એંટી-ઓક્સીડેંટ પણ હોય છે. 
 
ઘઉંના  જવારા રક્ત અને રક્તસંચાર સંબંધી રોગો, રક્તની કમી, ડાયાબિટીઝ, કેંસર, ત્વચા રોગ, મોટાપા, કિડની અને પેટ સંબંધી રોગના ઉપચારમાં લાભકારી છે. 
 
ઘઉંના  જવારામાં ક્ષારીય ખનિજ હોય છે જે અલ્સર, કબજિયાત અને ઝાડામાં રાહત આપે છે.  આ એગ્જિમા, શરદી-ખાંસી અને દમામાં લાભકારી છે. મોસમી બીમારીઓની સાથે સાથે આ મલેરિયામાં લાભકારી છે. ડેંગૂમાં પ્લેટલેટ્સ વધારવામાં મદદ કરે છે. 
 
થાયરોઈડ, હ્રદયરોગ અને હાઈ બીપીમાં પણ લાભકારી છે કારણ કે આ કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખે છે. 
 
રોગી ઉપરાંત સ્વસ્થ્ય વ્યક્તિ પણ તેનુ સેવન કરી શકે છે. તેનો રસ પાચન ક્રિયાને તેજ કરે છે. શરીરની રોગ-પ્રતિરોધક ક્ષમતાને વધારે છે. શરીરમાંથી દૂષિત પદાર્થ બહાર કાઢીને શરીરને મજબૂત બનાવે છે અને તરત જ શક્તિ પ્રદાન કરે છે. 
 
ઘઉંના જ્વારાને ચાવવાથી ગળાની ખરાશ અને મોઢાની દુર્ગંધ દૂર થાય છે. તેના રસના કોગળા કરવાથી દાંત અને મસૂઢાના ઈન્ફેક્શનમાં લાભ મળે છે. ત્વચા પર જ્વારાનો રસ લગાવવાથી ત્વચામાં ચમક આવે છે. 
 
જ્યારે ઘઉંના બીજને ઉપજાઉ માટીમાં વાવવામાં આવે છે તો થોડાક જ દિવસોમાં તે અંકુરિત થઈને વધવા માંડે છે અને તેના તણખલા ઉગી નીકળે છે. જ્યારે આ અંકુરણ પાંચ છ પાનનુ થઈ જાય છે તો અંકુરિત બીજના આ ભાગને ઘઉંના જ્વારા કહેવાય છે.  સારા પ્રકારના જૈવિક ઘઉંના બીજને વાવવા માટે ઉપજાઉ માટી ને જૈવિક કે છાણના ખાતરનો ઉપયોગ કરો.  રાત્રે સૂતી વખતે લગભગ જરૂર મુજબ ઘઉંને એક પાત્રમાં પલાળીને રાખો. 
 
બીજા દિવસે ઘઉંને ધોઈને કુંડામાં પાથરી દો અને ઉપરથી માટી નાખો અને પાણીથી સીંચો. કુંડાને કોઈ છાયડાવાળા સ્થાન પર મુકો. જ્યા તેને પૂરતા પ્રમાણમાં હવા અને પ્રકાશ મળતો રહે. પણ ડાયરેક્ટ તાપથી બચાવો.  5-6 દિવસ પછી 7-8 લાંબા જ્વારા થઈ જાય તો તેને જડ સહિત ઉખાડીને સારી રીતે ધોઈ લો. હવે તેને વાટી લો. લગભગ અડધો ગ્લાસ પાણી મિક્સ કરીને તેને ગાળી લો અને સવારે ખાલી પેટ પીવો. 
 
એક કલાક સુધી કોઈપણ આહાર કે પેય પદાર્થ ન લો. જ્વારાના રસમાં ફળો અને શાકભાજીઓના રસ જેવા સફરજન, અનાનસ વગેરેનો રસને મિક્સ કરી શકાય છે. હા પન ક્યારેય તેમા ખાટો રસ જેવા કે લીંબૂ કે સંતરાનો રસ મિક્સ ન કરો. કારણ કે આ જ્વારાના રસમાં રહેલા એંજાઈમ્સને નિષ્ક્રિય કરી નાખે છે. 
 
વિટામિન્સનો ખજાનો 
 
આહારશાસ્ત્રી વિગ્મોરે અનેક પ્રકારની ઘાસ પર પરીક્ષણ કર્યુ અને તેમને ઘઉંના જ્વારાને સર્વશ્રેષ્ઠ જોવા મળ્યા. તેમના મુજબ ઘઉંના જ્વારામાં 13 પ્રકારના વિટામિન્સ અને એંટીઓક્સીડેંટ હોય છે. જેમા વિટમીન બી-12 અનેક ખનિજ લવણ, સેલિનિયમ અને બધા પ્રકારના અમીનો અમ્લ જોવા મળે છે. 
 
ઘઉંના જ્વારામાં જોવા મળતા એંજાઈમ્સ શરીરના વિષાક્ત દ્રવ્યોથી મુક્ત કરે છે. તેથી તેને આહાર નહી પણ અમૃત પણ કહી શકાય છે. ઘઉંના જ્વારાની ઉપયોગ અમેરિકા, યૂરોપ. એશિયા અને ભારતના અનેક રાજ્યોમાં લોકો ઝડપથી અપનાવી રહ્યા છે અને નિયમિત રૂપે સેવન કરી લાભ મેળવી રહ્યા છે. 
 
વિવિધ બીમારીઓ સામે લડવા માટે પ્રકૃતિએ આપણને અનેક અણમોલ વસ્તુઓ આપી છે. તેમાથી એક જ છે ઘઉંના  જવારા. ઔષધીય ગુણોને જોતા આહાર વિશેષજ્ઞોએ પણ આને પ્રકૃતિની સંજીવની બુટી કહી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હેલ્થ કેર - વજન ઘટાડવા માટે કરો દૂધીનો પ્રયોગ