Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દૂધમાં તજ ભેળવીને પીવાથી આરોગ્યને થશે ફાયદો, આ બિમારીઓ થશે દૂર, જાણો ક્યારે પીવું લાભકારી ?

Cinnamon Milk
, શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2024 (05:14 IST)
Cinnamon Milk
 
દૂધ પીવાથી આપણે માત્ર તાજગી  નથી અનુભવતા, પરંતુ તેનાથી આપણને ઘણા ફાયદા પણ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે જો દૂધમાં તજ ભેળવીને પીવામાં આવે તો તેના ફાયદા ડબલ  થઈ જાય છે.
 
દૂધ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું લાભકારી છે એ તો આપણે બધા જાણીએ છીએ. દૂધ પીવાથી આપણે માત્ર ફ્રેશ જ નથી અનુભવતા પરંતુ તેનાથી આપણને ઘણા ફાયદા પણ થાય છે. દૂધ પીવાથી હાડકાં મજબૂત થાય છે અને શરીરમાં એનર્જીથી ભરપૂર રહે છે. પરંતુ શું તમે જાણો છો કે જો દૂધને જો તજ નાખીને પીવામાં આવે તો તેના ફાયદા બમણા થઈ જાય છે. તજમાં વિટામિન એ, આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જોવા મળે છે. તેથી, જ્યારે આને મિક્સ કરીને પીવામાં આવે તો બોડીમાં અનેક ચમત્કારિક લાભ મળે છે. ચાલો આજે અમે તમને બાતાવીએ કે દૂધમાં તજ નાખીને પીવાના  ફાયદા શું છે?
 
દૂધમાં તજ ભેળવીને પીવાથી થશે આ સ્વાસ્થ્ય લાભ
 
 
- રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે: તજ અને મધ મિક્સ કરીને દૂધ પીવાથી તમારી નબળી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે. દૂધ, તજ અને મધ, ત્રણેય પોષક તત્ત્વોના અપાર ભંડાર છે.
 
- પાચનમાં સુધારોઃ તજ અને મધ મિક્સ કરીને દૂધ પીવાથી પાચનક્રિયા સુધરે છે. જે લોકો પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેઓએ દરરોજ એલચી, તજ અને મધ મિક્સ કરીને દૂધ પીવું જોઈએ. દરરોજ સૂતા પહેલા ગરમ દૂધમાં તજ અને મધ મિક્સ કરીને પીવાથી ગેસ, કબજિયાત અને એસિડિટીથી રાહત મળે છે.
 
વજન  કરે ઓછું - જો તમારું વજન ઝડપથી વધી રહ્યું છે તો દૂધમાં તજ અને મધ ઉમેરીને પીવો. તેનાથી તમને કેલ્શિયમ તો મળશે જ પરંતુ તેનાથી તમારું વજન પણ સરળતાથી ઘટશે.
 
સારી ઊંઘ લાવે : તજ ભેળવીને દૂધ પીવાથી ડિપ્રેશન ઓછું થાય છે અને ઊંઘ સારી આવે છે.
 
સાંધાના દુખાવામાં ફાયદાકારકઃ તજ અને મધ મિક્સ કરીને દૂધ પીવાથી હાડકાં મજબૂત થાય છે અને સાંધાનો દુખાવો પણ ઓછો થાય છે. દૂધ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે.  સાથે જ મધમાં એન્ટીઈફ્લેમેટરી ગુણધર્મો હોય છે. આવી સ્થિતિમાં તજ અને મધ મિક્સ કરીને નિયમિતપણે દૂધ પીવાથી સાંધા અને હાડકાના દુખાવામાં ઘણી રાહત મળશે.
 
તજનું દૂધ ક્યારે પીવું?
 
તમે દિવસમાં ગમે ત્યારે દૂધ પી શકો છો, પરંતુ રાત્રે દૂધ પીવું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. રાત્રે સૂતા પહેલા તજનો ટુકડો દૂધમાં નાખીને ગરમ કરો. ત્યાર બાદ તેમાં મધ ઉમેરીને પી લો.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શુ તમે પણ પ્રાઈવેટ પાર્ટને સાબુથી કરો છો સાફ, તો થઈ જાવ સાવધાન થઈ શકે છે આ નુકશાન