જો પરીક્ષા ન હોય તો ../ પરીક્ષાના મૂલ્ય

બુધવાર, 21 નવેમ્બર 2018 (14:01 IST)
જો પરીક્ષા ન હોય તો ... 
વિદ્યાર્થી જીવનમાં પરીક્ષાનો ખૂબજ મહત્વ હોય છે. પરીક્ષાતો દરેક માણસના જીવનમાં હોય છે. પછી તે શાળામાં હોય કોલેજમાં કે ઘરમાં ગૃહણીની પરીક્ષા, ઑફિસમાં પુરૂષોની પરીક્ષા. વિદ્યાર્થી જીવનમાં પરીક્ષા વર્ષમાં બે કે ત્રણ વાર થાય છે. પહેલીવાર સપ્ટેમબરથી ઓક્ટોબર વચ્ચે એટલે કે તે સમય હોય છે નવરાત્રી થી લઈને દીવાળી સુધીનો. 
 
ત્યારે તો જુઓ બધા વિદ્યાર્થીના માથા પર બળ મળે છે. જેમકે તેનો પારો ચઢી જાય છે. ચિંતા હોય છે  અને ખુશી પણ આ જ તો આ સમયે જ્યારે તેમની મેહનતનો રંગ જોવા મળશે. પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓ દુનિયાની સુધ ભૂલીને માત્રે તેના અભ્યાસમાં જ ધ્યાન આપે છે. ખાવાનો પીવાનો બધું ભૂલી જાય છે અને સાથે ઉંઘવાનો પણ. માત્ર ચોપડીઓ લઈને આખો દિવસ વાંચ્યા જ કરે. 
 
પરીક્ષાનો જુદો જ મહત્વ છે. તેનાથી જ ખબર પડે છે કે વિદ્યાર્થી શું કરે છે અને શું નથી. આજે પરીક્ષાને બીજુ નામ છે કોમ્પીટીશન સ્પર્ધા અને આ સ્પર્ધાના કારણે આજકાલ પરીક્ષાનો જે મહત્વ છે તે ઓછું થઈ રહ્યું છે. કારણકે પરીક્ષામાં વિદ્યાર્થી ઉતીર્ણ થઈને આગળ વધે છે જેથી તેને જુદી જુદી ઉપાધી મળે છે કે નોકરી મળે છે 
જેના કારણે આજકાલ પરીક્ષામાં ભ્રષ્ટાચાર અને ધૂસખોરી જેવી વસ્તુઓએ જગ્યા લીધી છે. 
 
તેથી જે સાચા કે મેહનતી કે આપણા ગરીબ વિદ્યાર્થીઓ જે ભણવામાં હોશિયાર છે તે પાછળ થતા જઈ રહ્યા છે. 
 
આજના સમયેમાં પરીક્ષાના મૂલ્ય ઘટયા છે. આજે વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી કરીને પાસ થવા મજબૂર બન્યા- ટૂંકમાં શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલા ત્રણેય પાંખા- શિક્ષકો, નિરીક્ષકો અને પરીક્ષકો- પોતાની ફરહ ચૂક્યા, પૈસાના પુજારી બન્યા, નિરંકુશ અને નિર્ભય બન્યા કેટલાક તો નિર્લજ બન્યા! અને પરિણામે, માન્યામાં ન આવે એવાં ખતરનાક કૌંભાંડ શરૂ થતાં જેમાં પ્રશ્નપત્રો ફોડી નાખવાં,ઉતરવહી સાથે ચેડાં કરવા, ગુણપત્રકો બદલી નાખવા, પરિણામો સુધારવા, બનાવટી પ્રમાણપત્રો વેચવા વગેરે જેવી અનેક ધંધાદારી રીતરસમો સજમાવવા માંડી. જેમાં પ્રાશ્રિકો. પરીક્ષાના સુપરવાઈઝરો, કેન્દ્ર સંચાલકો, પરીક્ષકો, સમીક્ષકો અને ચીફ સમીક્ષક ભાગીદારી કરી. પરિણામ પરીક્ષા એક ફારસ બની ગઈ!! 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ સાવધાન એબ્નાર્મલ પીરીયડ્સના કારણ થઈ શકે છે આ 3 રોગ