Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 4 April 2025
webdunia

TATની પરીક્ષાનું પેપર લીક થયાની ફરિયાદ થતાં તપાસ સોંપાઈ

TAT
, બુધવાર, 8 ઑગસ્ટ 2018 (13:50 IST)
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વાર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષકો માટે ગત ૨૯મી જુલાઈએ લેવાયેલી ટીચર્સ એપ્ટિટયુડ ટેસ્ટ (ટાટ-માધ્યમિક)ની પરીક્ષાનું પેપર એક દિવસ પહેલા જ લીક કરી દેવાયુ હોવાની ફરિયાદ રાજ્ય પરીક્ષા બોર્ડને કરવામા આવી છે.પુરાવા સાથે કરાયેલા આ ગંભીર લેખિત ફરિયાદને પગલે રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેન દ્વારા અધિકારીઓને તપાસ સોંપવામા આવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડને ચેરમેનને કરાયેલી ફરિયાદમાં જણાવવામા આવ્યુ છે કે અરવલ્લી જિલ્લાના એક શિક્ષક દ્વારા ૨૮મી જુલાઈએ જ પેપર લીક કરીને કેટલાક ઉમેદવારોને આપી દેવાયુ હતુ અને એક ચોક્કસ સ્થળે કેટલાક ઉમેદવારોને બોલાવી તેમની પાસેથી લાખો રૃપિયા લઈને પેપર આપી દેવાયુ હતી અને તમામ પ્રશ્નોના જવાબ તૈયાર કરાવી દેવાયા હતા અને ત્યારબાદ આ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.આ શિક્ષક સાથે અન્ય બે વ્યક્તિ પણ સંડોવાયેલ છે તેમજ આ કથિત પેપર લીક કૌભાંડમાં ખેડા જિલ્લાના પણ કેટલાક શિક્ષકો સંડાવાયેલા છે. 
ફરિયાદમા જેની સામે પેપર લીકનો આરોપ મુકાયો છે તે શિક્ષકનું નામ તેમજ તેનો મોબાઈલ નંબર ઉપરાંત અન્ય કેટલીક વ્યક્તિઓના નામ પણ અપાયા છે.આ ફરિયાદમાં બોર્ડને આ તમામની કોલ ડીટેઈલ્સ કઢાવી તેમજ જ્યાં ઉમેદવારોને બોલાવાયા હતા અને પેપર અપાયા હતા તે જગ્યાના સીસીટીવી ફુટેજ ચેક કરાવી સંડોવાયેલ તમામ લોકો સામે પોલીસ ફરિયાદ કરવા માંગ કરાઈ છે ઉપરાંત આ પરીક્ષા રદ કરીને ફરીથી પરીક્ષા લેવામા આવે તેવી પણ માંગ કરવામા આવી છે. આ અંગે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેનનું કહેવુ છે કે મને ફરિયાદ મળી છે અને મેં મળેલી માહિતીના આધારે મારા સીનિયર અધિકારીને તપાસ પણ સોંપી દીધી છે.તપાસ પુરી થયા બાદ જો પેપર લીક થયુ છે તેવુ સાબીત થશે તો આગળની કાર્યવાહી કરાશે પરંતુ મારી ફુલ પ્રુફ સિસ્ટમ પ્રમાણે પેપર લીક થયુ જ નથી અને કેટલાક લોકો દ્વારા આ ફરિયાદ ખોટી ઉભી કરાઈ છે.જેથી જે ઉમેદવારો મહેનત કરીને પરીક્ષા આપી છે અને જેઓ ખરા અર્થમાં શિક્ષક બનવા માંગે છે તેઓ આ ફરિયાદથી વિચલીત ન થાય.મહત્વનું છે કે ચાર વર્ષ બાદ ટાટ લેવાઈ હોઈ રાજ્યમાંથી ૧.૪૭ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લિજ્જત પાપડના કર્મચારીઓની મનમાનીથી કંટાળી મહિલાઓ હડતાળ પર ઉતરી