Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

FDના નિયમોમાં RBIએ કર્યો મોટો બદલાવ

FDના નિયમોમાં RBIએ કર્યો મોટો બદલાવ
, બુધવાર, 29 જૂન 2022 (16:55 IST)
RBIના રેપો રેટમાં વધારો કરવાના નિર્ણય બાદ ઘણી સરકારી અને બિન-સરકારી બેંકોએ પણ FD પરના વ્યાજ દરો વધાર્યા છે. તેથી FD કરતા પહેલા આ સમાચાર ચોક્કસ વાંચો. અન્યથા તમારે નુકસાન વેઠવુ પડી શકે છે. 
 
વાસ્તવમાં, RBIએ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ના નિયમોમાં એક મોટો ફેરફાર કર્યો છે કે હવે મેચ્યોરિટી પૂરી થયા પછી, જો તમે રકમ ક્લેમ નહીં કરો, તો તમને તેના પર ઓછું વ્યાજ મળશે. આ વ્યાજ બચત ખાતા પર મળતા વ્યાજ જેટલું હશે. હાલમાં, બેંકો સામાન્ય રીતે 5 થી 10 વર્ષની લાંબી મુદતવાળી FD પર 5% થી વધુ વ્યાજ આપે છે. જ્યારે બચત ખાતા પર વ્યાજ દર 3 ટકાથી 4 ટકાની આસપાસ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરા સમાચાર - ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાને લઈને પોલીસ દ્વારા ચેકિંગ