જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાનીના મોટા પુત્ર આકાશ અંબાણી હવે રિલાયંસ જિયો ઈનફોકૉમ લિમિટેડના ચેયરમેન બનશે. 27 જૂનના રોજ થયેલ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મીટિંગમાં તેમના નામ પર મોહર લાગી. આ પહેલા આકાશ અંબાની બોર્ડમાં નૉન એક્સીક્યુટિવ ડાયરેક્ટરના પદ પર કાર્યરત હતા. મંગળવારે સ્ટોક એક્સચેંજમાં કંપની તરફથી કરવામાં આવેલી ફાઈલિંગમાં આ વાત સામે આવી.
બ્રાઉન યૂનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક આકાશ અંબાની પહેલા તેમના પિતા મુકેશ અંબાની કંપનીના ચેયરમેન તરીકે કામ જોઈ રહ્યા હતા. મુકેશ અંબાનીના ચેયરમેન પર પરથી રાજીનામુ પણ બોર્ડે સ્વીકાર કરી લીધુ છે. આ નિમણૂકને નવી પેઢીના નેતૃત્વ સોંપવાના રૂપમાં જોવામાં આવી રહ્યુ છે. મુકેશ અંબાની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડના ચેયરમેન બન્યા રહેશે.
જિયોના 4જી ઈકો સિસ્ટમના ઉભા કરવાના શ્રેય ઘણા હદ સુધી આકાશ અંબાનીને જાય છે. 2020માં દુનિયાભરની મોટી ટેક કંપનીઓએ જિયોમાં રોકાણ કર્યુ હતુ, વૈશ્વિક રોકાણને ભારત લાવવામાં પણ આકાશે ખૂબ મહેનત કરી હતી.
એક મોટો ફેરફાર કરતા રિલાયંસે જિયો ઈનફોકૉમ લિમિટેડે પંકજ પવારને આગામી 5 વર્ષ માટે કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નિમણૂક કર્યા છે. એડિશનલ ડાયરેક્ટર રામિંદર સિંહ ગુજરાલ અને કે.વી. ચૌધરી હવે સ્વતંત્ર નિદેશકના રૂપમાં કામ જોશે. તેમની નિમણૂક પણ 5 વર્ષ માટે પ્રભાવી રહેશે. શેયરધારકોના મંજૂરી પછી જ આ નિમણૂંકો માન્ય રહેશે.