Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ખોટા હાથમાં ન જતા રહે, બરબાદ થઈ શકે છે યુવાનો, ક્રિપ્ટોકરેન્સી પર ચિંતા બતાવતા બોલ્યા PM મોદી

ખોટા હાથમાં ન જતા રહે, બરબાદ થઈ શકે છે યુવાનો, ક્રિપ્ટોકરેન્સી પર ચિંતા બતાવતા બોલ્યા PM મોદી
, ગુરુવાર, 18 નવેમ્બર 2021 (11:55 IST)
છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ક્રિપ્ટોકરેંસીને લઈને ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ્ણ સિડની ડાયલોગમા બોલતી વખતે તેને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યુ કે આ ખોટા હાથમાં ન જવા જોઈએ. સાથે જ તેમણે ડિઝિટલ યુગના મહત્વને બતાવતા કહ્યુ કે આજના સમયે ટેકનોલોજી અને ડાટા જ સૌથી મોટુ હથિયાર છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડા દિવસ પહેલા જ ક્રિપ્ટોકરેન્સી પર એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરવામા આવી હતી. 
 
ક્રિપ્ટોકરેન્સી પર શુ બોલ્યા પીએમ મોદી 
 
પ્રધાનમંત્રીએ કહ્યુ કે બધા લોકતાંત્રિક દેશોએ તેના પર સાથે મળીને કામ કરવુ પડશે. સાથે જ આપણે  એ પણ કોશિશ કરવી પડશે કે આ ખોટા હાથમાં ન જાય્ આવુ થશે તો તે આપણા યુવાઓને બરબાદ કરી શકે છે. તેમણે કહ્યુ  સમુદ્રથી લઈને સાઈબર સુધી નવા ખતરા ઉભા થઈ રહ્યા છે. વૈશ્વિક પ્રતિસ્પર્ધામાં ટેકનોલોજીની એક મોટી ભૂમિકા ભજવી રહ્યુ છે. 
 
 
ક્રિપ્ટોકરેન્સી પર શુ છે RBIનુ રૂખ 
 
ક્રિપ્ટોકરેન્સીને લઈને પોતાની આપત્તિ બતાવી છે. કેન્દ્રીય બેંકનુ કહેવુ છે કે ક્રિપ્ટોકરેન્સી વૃહદ્ર આર્થિક અને નાણાકીય સ્થિરતા માટે એક ગંભીર સંકટ છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે એક કાર્યક્રમમાં ક્રિપ્ટેકરેન્સીને અનુમતી ન આપવા સંબંધી વિચારને દોહરાવતા કહ્યુ હતુ કે આ મુદ્રા કેન્દ્રીય બેંકોના નિયમનના દાયરામાં આવતી નથી. આવામાં કોઈ નાણાકીય પ્રણાલી માટે આ મોટુ જોખમ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં કોરોનાનો કહેર- કોરોના કેસમાં દિવાળી ઇફેક્ટ..?