Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જિયો ટીવી એપ પર જોવા મળશે પ્યોંગયોંગ રમતનુ પ્રસારણ

જિયો ટીવી એપ પર જોવા મળશે પ્યોંગયોંગ રમતનુ પ્રસારણ
મુંબઈ. , ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2018 (15:18 IST)
દક્ષિણ કોરિયાના પ્યોંગયોંગમાં શુક્રવારથી શરૂ થનારા શીતકાલિન ઓલંપિક રમતનુ દેશભરમાં સીધુ પ્રસારણ ભારતના જિયો ટીવી એપ પર કરવામાં આવશે.  
 
ભારતમાં લોકપ્રિય જિયો ટીવી એપને આંતરરાષ્ટ્રીય ઓલંપિક સમિતિ(આઈઓસી)ની તરફથી શીતકાલિક ઓલંપિક રમતોના ડિઝીટલ પ્રસારણ અધિકાર આપવામાં આવ્યા છે. જિયો ટીવી આઈઓસી સાથે મળીને ભારતમાં મોબાઈલ એપ પર આ રમતોનુ સીધુ પ્રસારણ કરશે. 
 
દક્ષિણ કોરિયાના પ્યોંગયોંગમાં નવમાંથી 25 ફેબ્રુઆરી સુધી શીતકાલિન ઓલંપિક રમતનુ આયોજન થવાનુ છે. જેમા સ્ક્રીંઈંગ, સ્કેટિંગ, લ્યૂજ, સ્કી જંપિંગ, આઈસ હોકી, સ્નો બોર્ડિંગ જેવી 15 વિવિધ રમતોની 102 પ્રતિસ્પર્ધાઓ થશે. રમતોમાં ભારત સહિત દુનિયાભરમાંથી 90 દેશ ભાગ લઈ રહ્યા છે.  આ ઉપરાંત આઈઓસીના ઓલંપિક ચેનલ પર પણ આ રમતોનુ ભારતમાં સીધુ પ્રસારણ જોઈ શકાશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Auto Expo 2018 - આવી છે ધમાકેદાર ઈલેક્ટ્રોનિક સુપર બાઈક Emflux One